જામનગર ક્રાઈમ બ્રાન્ચે જામનગર નજીકના ધુતારપુરમાં તાજેતરમાં થયેલી બંને ચોરીઓનો ભેદ ઉકેલી ત્રણ તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે કરણ રમેશ તડવી, દિલીપ અભેસીંગ મિનામા અને નટવર રામસીંગ ભૂરિયા નામનાં ત્રણ શખસોને ઝડપી લીધા છે અને ચોથા તસ્કર વિપુલ શબૂર બારીયાને ફરાર જાહેર કર્યો છે. આ ચારેય શખ્સો દાહોદ જિલ્લાના વતની હોવાનું અને હાલ જામનગર જિલ્લામાં ખેતમજૂરી કરતા હોવાનું જાહેર થયું છે. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીનાં મુદ્દામાલ પૈકી ચાંદીના દાગીના, વસ્ત્રો અને ત્રણ નંગ મોબાઈલ કબ્જે લીધા છે. એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે આ શખ્સોને શોધી કાઢ્યા છે.