મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 15, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આવાસ યોજનામાં અસુવિધાઓ

     જામનગરમાં કોર્પોરેશન તથા "જાડા" નિર્મિત વિવિધ આવાસયોજનાના ધારકો સુવિધાઓના મામલે નારાજગી અનુભવતા હોય છે. થોડાં થોડાં સમયે જુદાં જુદાં આવાસમાંથી લોકોની ફરિયાદો ઉઠે છે.      તાજેતરમાં હાપા રોડ પર આવેલાં રંગમતી ભવન (પ્રધાનમંત્રી આવાસ યોજના)નામની વસાહતના રહેવાસીઓ લાઇટ-ગટર સહિતના મુદે્ પરેશાન છે. કોર્પોરેશનમાં આવાસધારકોની ફરિયાદો કોઇ સાંભળતું નથી. લોકો કહે છે. મેન્ટેનન્સ માટે રૂા. ૩૦૦૦૦ ની ડીપોઝીટ કોર્પોરેશને એડવાન્સમાં લીધી છે. છતાં કોર્પોરેશન કે આવાસધારકોનું એસોસિએશન લોકોની પરેશાનીઓ દૂર કરતાં નથી.      નગરસેવિકાઓ જેનબબેન ખફી તથા રચનાબેન નંદાણીયાએ આવાસધારકો વતી કોર્પોરેશનમાં રજૂઆત કરી છે.