મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 2, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વકીલ વી.એલ. માનસતાની ધરપકડ

     જામનગરમાં ભૂમાફીયા જયેશ પટેલના એક પછી એક સાગરિતો અંદર થઇ રહ્યા છે. બે આરોપીઓ જયશાલસિંહ અને યશપાલસિંહ જાડેજા રિમાન્ડ પર છે ત્યારે ફરારી વકીલ વી.એલ. માનસતાની ધરપકડ થઇ છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. હવે તેના રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવામાં આવશે. અન્ય આઠ શખ્સો જેલ હવાલે છે.

ખંભાળિયામાં રસ્તાઓના કોન્ટ્રાકટરોને કોનાં આશિર્વાદ?

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની પાલિકામાં રસ્તાઓના કોન્ટ્રાકટરોને નિરાંત છે. ગેરંટી પિરીયડવાળા પાંચ રોડ બિસ્માર છે છતાંયે આ માર્ગોના સમારકામ થતાં નથી!      ૩ વર્ષની ગેરંટીવાળા રોડમાં પેચવર્ક કરવા નોટિસ પછી પણ એજન્સીએ કામ ચાલુ કયું< નથી. કોન્ટ્રાકટર પાલિકાના તંત્રને ગાંઠતા નથી. 

મહાનગરપાલિકાના વાહનો દ્વારા નિયમોના ઉલાળિયો

     જામનગર મહાનગરપાલિકાની કોન્ટ્રાકટની કચરાની ગાડીઓ નંબરપ્લેટ વિના જ દોડી રહી છે! આ ગાડીઓ અવારનવાર અકસ્માત પણ સર્જે છે. નંબર પ્લેટ મામલે કેસ કેમ નથી થતાં?! કચરામાં ફેરા તથા વજનના કૌભાંડો જાણીતાં છે. મહાનગરપાલિકાના અધિકારીઓ કેમ કોઇ પગલાં નથી લેતાંં?ં શા માટે આવા કોન્ટ્રાકટરોને છાવરવામાં આવે છે. સ્વચ્છતાના ગુણ ગાતી મહાનગરપાલિકએ એક વોર્ડ યાત્રા કરવી જોઇએ. કચરાના ઢગલાં જોઇએને ખબર પડે કે કોન્ટ્રાકટરો કેવું કામ કરે છે.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં અવ્યવસ્થાની સ્થિતિ!

     જામનગરનું હાપા યાર્ડ ચર્ચામાં છે. જગ્યાના અભાવે મગફળીની આવક વારંવાર બંધ કરવી પડે છે. હરાજીમાં માલ વેચવા ખેડૂતો પડાપડી કરે છે. બીજી બાજુ ટેકાના ભાવે સરકારી ખરીદીમાં ખેડૂતોને ફરકતા નથી.      યાર્ડ સતાવાળાઓએ ખેડૂતોને કહેલું રવિવારે રાત્રિના બારથી સોમવારની સવારના પાંચ પહેલાં મગફળી લાવજો. બંધ યાર્ડ પાસે શનિવારે જ મગફળીના ૪૦૦ વાહનો ગોઠવાઇ ગયા. રવિવારે રાત્રિના ૧૨ પહેલાં અન્ય ૪૦૦ વાહનો ગોઠવાયા અંદાજે ૬ કિલોમીટર લાંબી વાહનોની કતાર થઇ ગઇ.      માલ રાખવાની જગ્યા ન હોય આજે સોમવારે ફરીથી ખરીદી બંધ કરવી પડે તેવી સ્થિતિ છે.

સંક્ષિપ્ત સમાચાર

વિશ્વ આરોગ્ય સંસ્થા (દ્રહ્યષ્)ના વડા ટેડ્રીસ અધાનામ ધેબ્રેયાયસસ કોરોના પોઝિટીવ જાહેર થતાં કવોરન્ટાઇનમાં. પાકિસ્તાને ગિલ્ગીટ-બાલ્ટીસ્તાનનો દરજ્જો બદલ્યો: ભારતે સ્પષ્ટ કહ્યું, આ વિસ્તારો અમારાં છે, ખાલી કરો. ઉતરપ્રદેશનું લખનૌ એરપોર્ટ ગઇકાલે રવિવારથી અદાણી જૂથને સોંપાઇ ગયું છે. ઉતરપ્રદેશના હાથરસ ગેંગરેપ-હત્યાકાંડની સુનાવણી આજે હાઇકોર્ટમાં: સસ્પેન્ડ એસપી દાખલ કરશે સોગંદનામું. ગાઝિયાબાદ (રક્ષામંત્રીનો મતવિસ્તાર)માં કવિનગર વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ અનિલ અગ્રવાલના ગનરનું શંકાસ્પદ સ્થિતિમાં મોત: સર્કીટ હાઉસમાં રિવોલ્વરની ગોળીથી મોત. દિપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને શુક્રવારે એનસીબીએ ડ્રગ્સ મામલે સમન્સ મોકલેલું. તેણીના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું છે: સમન્સ પછી પણ શનિવારે કરિશ્મા હાજર થઇ ન હતી: એનસીબીએ તેની મમ્મી તથા કવાન નામની એજન્સીને સમન્સ મોકલાવ્યું. પૂનામાં લશ્કરી ભરતીનું કૌભાંડ: બનાવટી ભરતીકાંડ ખૂલ્યો, ૩ આરોપીની ધરપકડ: મિલિટરી ઇન્ટેલિજન્સની કૌભાંડ પકડવામાં મહત્વની ભૂમિકા: સરકાર મેદાનમાં શારીરિક ચકાસણીનો કેલ્પ: દરેક ઉમેદવાર પાસે દોઢ-દોઢ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી. ગાઝિયાબાદમાં પો...