જામનગરનું હાપા યાર્ડ ચર્ચામાં છે. જગ્યાના અભાવે મગફળીની આવક વારંવાર બંધ કરવી પડે છે. હરાજીમાં માલ વેચવા ખેડૂતો પડાપડી કરે છે. બીજી બાજુ ટેકાના ભાવે સરકારી ખરીદીમાં ખેડૂતોને ફરકતા નથી.
યાર્ડ સતાવાળાઓએ ખેડૂતોને કહેલું રવિવારે રાત્રિના બારથી સોમવારની સવારના પાંચ પહેલાં મગફળી લાવજો. બંધ યાર્ડ પાસે શનિવારે જ મગફળીના ૪૦૦ વાહનો ગોઠવાઇ ગયા. રવિવારે રાત્રિના ૧૨ પહેલાં અન્ય ૪૦૦ વાહનો ગોઠવાયા અંદાજે ૬ કિલોમીટર લાંબી વાહનોની કતાર થઇ ગઇ.
માલ રાખવાની જગ્યા ન હોય આજે સોમવારે ફરીથી ખરીદી બંધ કરવી પડે તેવી સ્થિતિ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો