મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 2, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય સચિવ બોલ્યા: બધાં જ નાગરિકોને કોરોના વેકસીન આપવાની વાત જ નથી: સંક્રમિત લોકોને રસી આપી સંક્રમણની ચેન તોડવામાં આવશે. દિલ્હીમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના ખેડૂતો જબ્બર આંદોલન ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો છે. સરકાર ખેડૂતો વચ્ચે ગઇકાલે વાટાઘાટ થયેલો જે નિષ્ફળ નિવડી છે. ત્રીજી ડિસેમ્બરે ફરીથી વાતચીત થશે. બીજી બાજુ કૃષિ કાયદા મુદે્ સાથીપક્ષ અકાલીદળ ભાજપાનો સાથ છોડી ચૂકયું છે. ખેડૂતોના સમર્થનમાં આરએલપી તથા જે.જે.પી. પાર્ટીએ પણ સાથીપક્ષ ભાજપાને ભીસમાં લીધો છે. એક અપક્ષ ધારાસભ્યએ પણ ભાજપાનો સાથ છોડયો છે. ખંભાળિયા માર્ગ પર જાખરના પાટિયા નજીક એક ડ્રાઇવર પોતાના ટેન્કરમાં ગેજ વડે પેટ્રોલ માપી રહ્યો હતો ત્યારે વીજલાઇનમાં ગેજ અડી જતાં ટેન્કર ચાલકનું વીજઆંચકાથી મોત. દમણથી એક ટ્રકમાં ૧૧૬૮ બોટલ શરાબ અને બિયરના ૧૬૮ ટીન રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હતાં ત્યારે બામણબોર-નવાગામ નજીખ રાજકોટ પોલીસે આ જથ્થો ઝડપી લીધો છે. ટ્રકનો ચાલક જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાછળ મધુરમ સોસાયટીમાં રહે છે. તેનું નામ ધર્મેન્દ્ર દિલીપભાઇ ગોહિલ (મૂળ જાંબુડાનો વતની)છે. ટ્ર...

નેવી બેન્ડ દ્વારા કોન્સર્ટ

     જામનગરના વાલસુરા ખાતે નૌકાદળ દ્વારા નૌસેના દિવસ નિમિતે નેવી બેન્ડ કોન્સર્ટનો કાર્યક્રમ ખૂલ્લા સભાગૃહમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેનું જામનગરમાં લાઇવ પ્રસારણ પણ કરવામાં આવેલું.      દક્ષિણ નૌસેના કમાન દ્વારા ઉજવવામાં આવી રહેલાં સપ્તાહના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. બેન્ડ દ્વારા કોર્ન ફીલ્ડ રોક, ચેરિ પિંક ટુ ઇમ્પ્સ તથા રાગ નટા સહિતની ધૂનો રજૂ કરવાામાં આવી.      બેન્ડના કપ્તાન પી.જી. જોર્ન દ્વારા સંગીત બધ્ધ કરવામાં આવેલી. સૈન્યની ત્રણેય પાંખો માટેનું ગીત જય ભારતી પ્રસ્તુત કરવામાં આવ્યા પછી છેલ્લે "સારે જહાં સે અચ્છા" ની મધુર ધૂન પ્રસ્તુત કરવામાં આવેલી.      નૌકાદળના અધિકારીઓ, જવાનો, તેમના પરિવારજનો તથા જામનગરના નાગરિકો કોન્સર્ટમાં હાજર રહ્યા હતાં.

ખંભાળિયામાં વિચિત્ર ઘટના: પાંચ શખ્સોની ધરપકડ

     દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના મુખ્યમાર્ગ પર બે શખ્સોએ એક યુવાનને નગ્ન અવસ્થામાં ફેરાવ્યો હતો. ચંદુ ગઢવી નામના આ યુવાને ફરિયાદ પણ નોંધાવી છે. આ યુવાને જોધપુર ગેટ તથા નગરગેટ વચ્ચે નગ્ન સ્થિતિમાં આવનજાવન (પરેડ) કરાવવામાં આવેલી જેના કારણે વેપારીઓ, રાહદારીઓ, વાહનચાલકો બધાં જ ક્ષોભની સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં પરેડના આ માર્ગ પર પોલીસ સ્ટેશન હોવા છતાં આ ઘટના બની! બાદમાં ઉહાપોહ થતાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી.       આ ઘટનાના રાજ્યભરમાં સોશિયલ મીડિયામાં ઘેરાં પડઘાં પડતાં રાજકોટથી આઇજી સંદીપસિંઘ ખંભાળીયા પહોંચ્યા હતાં. તે પછી પાંચ આરોપીઓની આ કેસમાં ધરપકડ થઇ. આ શખ્સોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે આ યુવાનનું અપહરણ કર્યાનું ખૂલ્યું છે.

સ્વચ્છતા સંદર્ભે ચિત્રોનું નિર્માણ

     જામનગર મહાનગરપાલિકા, રોટરી કલબ તથા જામનગર આર્ટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે ગત રવિવારે જામનગરમાં ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત કલાકાર ભાઇઓ તથા બહેનોએ ભીંતચિત્રોનું નિર્માણ કયું<.      સરકારી વસાહતની સામેના ભાગમાં પત્રકાર કોલોની નજીકની એસબીઆઇ કોલોનીની સળંગ દિવાલ પર અંદાજે ૫૦ જેટલાં ચિત્રકાર ભાઇઓ તથા બહેનોએ કલીન જામનગર, ગ્રીન જામનગર અંતર્ગત સ્વચ્છતાનો સંદેશ આપતાં અંદાજે ૩૦ જેટલાં ચિત્રોનું નિર્માણ કયું<.      આ તકે રોટરી કલબના શિવાંગ પંડયા, પ્રોફેસર જયેશ વાઘેલા, ચિત્રકાર સન્ની કુંભારાણા વગેરે કાર્યક્રમમાં જોડાયા હતાં.