મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 10, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રગતિશીલ ખેડૂતની આવક વધી

     જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં મોટા વાગુદળ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ ૧૧ એકર જમીનમાં બાગાયતી પાકોની ખેતી દરમિયાન ગલગોટાના ફૂલ, ટેટી, તરબૂચ જેવા પાકો ઉગાડયા છે અને વાર્ષિક રૂપિયા ૨૦ લાખ જેટલું વળતર પ્રાપ્ત કર્યુ છે.     તેઓ વૈજ્ઞાનિક પધ્ધતિઓથી વાવેતર કરે છે. બારમાસી આવક મેળવે છે. મગફળી, કપાસ, ચણા જેવા પાકોમાં સારૂં વળતર મળતું નથી એમ તેઓ જણાવે છે. આ ખેડૂતના દીકરીએ કૃષિ વિજ્ઞાનમાં ડિગ્રી પણ મેળવેલી છે.      જામનગર જિલ્લાના અન્ય ખેડૂતો પણ પરંપરાગત પાકોના બદલે વૈવિધ્ય લાવી ખેતીમાં જબરૂં પરિવર્તન નોંધાવી શકે.

વિવિધ વિકાસ કાર્યોનો આરંભ

જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતાં વિકાસકાર્યોની જાહેરાતો ઝડપભેર થઇ રહી છે. જો કે તેથી નગરજનો ખુશ છે. જોઇએ અત્રે કેટલાંક વિકાસકાર્યો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના હસ્તે વોર્ડ નંબર ૧૫ માં રઘુવીર પાર્ક, નિલકંઠ પાર્ક, પંચવટી સોસાયટી, વોર્ડ નંબર ૧૬ માં સિધ્ધિ વિનાયક, મંગલદીપ સોસાયટી, સરદાર પાર્ક, સરસ્વતી પાર્ક વગેરે સ્થળોએ સીસી રોડ, સીસી બ્લોકના કામો શરૂ કરાવવામાં આવ્યા છે. ધારાસભ્યની ગ્રાંટમાંથી આ કામો કોર્પોરેશન કરાવી રહ્યું છે. આ તકે મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, બંને વોર્ડના નગરસેવકો, સ્થાનિક અગ્રણીઓ, સંબંધિત નગરજનો વગેરે હાજર રહ્યા હતાં.

સંક્ષિપ્ત સમાચાર

અમદાવાદ રેલવે સ્ટેશન પર યૂઝર ચાર્જના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ૫૦ વધારાના વસૂલવામાં આવશે. નવા સંસદભવનની ઇમારત, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ, નો શિલાન્યાસ આજે પીએમના હસ્તે: બપોરે ૧ વાગ્યે સમારોહ શરૂ થશે. દૂરદર્શન, લોકસભા ટીવી પર જીવંત પ્રસારણ. અમદાવાદના તબીબોને કોરોના વેકસીન લેવામાં ઉત્સાહ નથી: શહેરના ૨૨૦૦ પૈકી માત્ર ૬૦૦ ડોકટરોએ જ પોતાની હોસ્પિટલના હેલ્થ વર્કરોના ડેટા સરકારને આપ્યા. રાજકોટ, અમદાવાદની હોસ્પિટલોના અગ્નિકાંડ મુદ્‌ે સુપ્રિમ કોર્ટે વધુ એક વખત ગઇકાલે બુધવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું, તમારી પાસે વિગતો-માહિતીઓ જ નથી! તમે તપાસ કેવી રીતે કરશોં! કેન્દ્ર સરકાર પૈસા એકત્રી કરવા ત્છિટછમાં ૨૦% હિસ્સો વેચશે: સરકારે હિસ્સો વેચવા માટે રૂપિયા ૧૩૬૭નો ફલોર પ્રાઇઝ નક્કી કર્યો. અરબી સમુદ્રમાં ચક્રવાતની અસરને પરિણામે ગુજરાતમાં વાતાવરણમાં પલટીયુ: અરબી ચક્રવાતને પરિણામે ૫ જિલ્લામાં વરસાદી માહોલ: આગામી ત્રણ દિવસમાં માવઠાની હવામાન વિભાગની આગાહી.