જામનગરમાં દર વર્ષે સિંધી સમાજ દ્વારા રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સિંધી સમાજની એક બેઠક પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને સિંધી સમાજના ચેરમેન પરમાણંદ ખટ્ટર નાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. ૨૧ મી ઓગસ્ટે યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, છેલ્લાં બે વર્ષથી કોરોનાકાળને કારણે આ ઉત્સવ ઉજવી શકાયો ન હોય આ વર્ષે આગામી પાંચમી ઓકટોબરે રાવણદહન ધામધૂમથી ઉજવવામાં આવશે. આ નિર્ણય પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સિંધી સમાજના અગ્રણીઓ ઉધ્ધવદાસ ભૂગડોમલ, પ્યારેલાલ રાજપાલ, ધનરાજ મંગવાણી, કિશોર સંતાડી, હરિશ રોહેરા, પરસોત્તમ કકનાણી, મુકેશ લાલવાણી, મનિષ રોહેરા, હરેશ ગનવાણી, મયૂર જેસાણી, કપિલ મેઠવાણી, કાંતિભાઈ ઇસ્લામી, હેમંત દામાણી, પ્રકાશ હકાણી તથા હીરેન માવાણી વગેરેને હોદેદારો દ્વારા ઉત્સવ માટેની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.