મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 15, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર

     આગામી ૨૫ નવેમ્બરથી ૩ દિવસ માટે ગુજરાતના કેવડીયા કોલોની (નર્મદા ડેમ) ખાતે દેશભરના રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સેમિનારમાં સંબોધન આપશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે અત્યારથી રિહર્સલ, ગોઠવણ શરૂ થઇ ચૂકયા છે. આગામી તારીખ ૨૨ સુધી કેવડીયા પ્રવાસન ધામ પ્રવાસઓએ હાઉસફૂલ બુકીંગ કરાવ્યું છે. તેથી રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમ્યાન પ્રવાસીઓને પરત ફરતી વખતે કોઇ તકલીફ ન પડે તેની વ્યવસ્થા તંત્રએ અત્યારથી ગોઠવવી પડશે.  

હાપા: ગરીબ બાળકોની દિવાળી

     જામનગરના પુષ્પાંજલિ ટ્રસ્ટ દ્વારા હાપાનાં જવાહરનગર વિસ્તારને દતક લેવામાં આવ્યો છે. કાર્તિક સ્વામી મંદિર નજીકના આ વિસ્તારમાં ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિતના માર્ગદર્શન પ્રમાણે સહયોગીઓએ દાતાઓની મદદથી ગરીબ બાળકો માટે રંગોળી સ્પર્ધાનું તથા દીપદાનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તમામ બાળકોને મિઠાઇનું વિતરણ પણ કરવામાં આવેલું. તમામ ગરીબ બાળકોના ચહેરાં પર ખુશી-ઉમંગ જોવા મળ્યા હતાં. ગરીબ પરિવારોના બાળકો પણ આ કાર્યક્રમથી દિવાળીની ખુશી ઉજવી શકયા હતાં.

રબ્બાની પાર્કમાં ગંદુ પાણી

     જામનગરના મોરકંડા રોડ પર રબ્બાની પાર્કની છેલ્લી શેરીમાં સંખ્યાબંધ રહેવાસીઓ ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આ ગલીમાં બિલ્ડરની ભૂલને કારણે રહેણાંક વિસ્તારોનું વપરાશી પાણી માર્ગો પર પથરાઇ જાય છે. ખાબોચિયા ભરાઇ જાય છે. જેમાં ગંદકી તથા મચ્છરો થાય છે એમ જણાવી લોકોેએ અંજલિ ન્યૂઝ સમક્ષ ઉમેર્યુ છે કે, છેલ્લાં છ-સાત મહિનાથી આ સ્થિતિ છે. મહાનગરપાલિકામાં કોઇ સાંભળતું નથી. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ કે આગેવાનોએ ધ્યાન આપ્યુ નથી. તેથી રહેવાસીઓએ તસ્વીરો તથા વિગતો અંજલિ ન્યૂઝને મોકલાવી છે. આ વિસ્તારમાં બિલ્ડર્સ સોયબભાઇ ફૂલવાલા તથા હાજીભાઇ મેમણ દ્વારા મકાનો બનાવવામાં આવ્યા છે.