મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 31, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મદિને વૃક્ષારોપણ

     જામનગર નજીકના નાની ખાવડી ગામના યુવા સરપંચ કનકસિંહ જાડેજાના જન્મદિને ૩૦ મી ઓકટોબરે ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં નાની ખાવડીના ઉપસરપંચ તેમજ તમામ પંચાયત સદસ્યો જોડાયા હતાં અને જન્મદિનની ઊજવણીને યાદગાર બનાવી હતી.

સ્વ. કેસુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ

     ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ જામનગર ભાજપા દ્વારા સદ્‌ગતને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી. સ્વ. કેશુભાઇના કામોને યાદ કરવામાં આવ્યા. ભાજપાના વિકાસના તેઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી. ખેતી તથા પાણી સહિતના ક્ષેત્રોમાં તેઓની કામગીરીને વાગોળવામાં આવી.

વીજતંત્રના ઇજનેરો નારાજ છે.

     જીઇબી એન્જિનીયર્સ એસોસિએશન દ્વારા અધિક્ષક ઇજનેરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું  છે કે, ઇજનેરોની પડતર માંગો અંગે બે વર્ષથી મૌખિક, લેખિત રજૂઆતો પછી પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર એસોસિએશન પ્રત્યે રાગદ્વેશ રાખે છે. બેઠક બોલાવતું નથી. લોકલ રિકવેસ્ટ ઓપરેટ કરવામાં આવતી નથી. ઇજનેરો પર કામનું ભારણ છે. જેથી તેઓની શારીરિક-માનસિક સ્થિતિ બગડે છે. જૂનિયર ઇજનેરોના બદલીઓના ઓર્ડર પછી દોઢ-દોઢ વર્ષ સુધી તેઓને છૂટાં કરવામાંં આવતાં નથી. બદલીઓના ઓર્ડર મહિનાઓ બાદ અચાનક રદ્‌ થઇ જાય છે. ઇજનેરોની બદલીઓમાં નિયમોનું પાલન થતું નથી. અમુક અધિકારીઓની બદલી જ નથી થતી. એસોસિએશન વતી એસોસિએશનના સીએસ એ.એમ. સોઢિયાએ આંદોલનની ચિમકી પણ આપી છે.

ફૂડ શાખાના ચેકીંગ નાટકો

     જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા તથા રાજ્ય સરકારનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ચેકીંગના નામે માત્ર નાટકો કરે છે, ખાસ કરીને તહેવારોના દિવસોમાં.      તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબિકા ડેરીની ચારેય શાખાઓમાં માત્ર મિઠાઇનું ચેકીંગ કરાયું. ફરસાણનું ચેકીંગ કરવામાં આવ્યું નથી. મિઠાઇ પર એકસપાયરી ડેટ લખવાના કેન્દ્ર સરકારના કાયદા બાબતે ચેકીંગ કરવામાં આવ્યું નથી. ભૂતકાળમાં પણ અંબિકા ડેરીના ઉત્પાદનોની કવોલિટી નબળી જાહેર થયેલી. મિઠાઇના નમૂનાઓ લઇ વડોદરા મોકલયા હતાં પણ આજ દિવસ સુધી ફૂડ શાખાએ આ રીપોર્ટ અંગે કોઇ જાહેરાત કરી નથી. આવું ચેકીંગ તહેવારો દરમિયાન કરવામાં આવે છે તે પણ નાટકના સ્વરૂપમાં નગરજનોને કોઇ ફાયદો નથી થતો.      ફૂડના નમૂનાઓ છેક વડોદરા મોકલવામાં આવે છે. પરિણામો, કાર્યવાહીઓમાં વર્ષો નીકળી જાય છે. પાછલાં ૧૦-૧૨ વર્ષમાં કયારેય કોઇ મિઠાઇવાળા વિરૂધ્ધ પગલાં નથી લેવાયા. ફકત નાટકના સ્વરૂપમાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે. હાલ પણ નગરની વિવિધ મિઠાઇની દુકાનોમાંથી નમૂનાઓ લેવાયા છે પણ પરિણામ શૂન્ય આવશે. આવા કિસ્સાઓમાં સરકાર કે સ્થાનિક પ્રસાશન ચેકીંગ પછીની કોઇ...

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં કોરોના સંક્રમણ ઘટયાનું આંકડાઓ દર્શાવે છે: ડીસ્ચાર્જ-મૃત્યુદર વધ્યો છે: શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં કોરોના હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોત નિપજ્યાં છે: શહેરમાં ૧૩ અને જિલ્લામાં ૧૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. જામનગર યાર્ડ શુક્ર, શનિ, રવિ બંધ છે. રવિવારની રાત્રિથી ફરી મગફળીની આવક શરૂ થશે. જિલ્લામાં પાછળાં ૪ દિવસો દરમિયાન ૧૦૧૦૦ ખેડૂતોને એસએમએસ કરી ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવેલાં. માત્ર ૪૭૫ ખેડૂતો જ આવેલાં. યાર્ડમાં પૂરતાં શ્રમિકો ન હોય મગફળીની આવક બંધ રાખવી પડે છે. સિક્કાના કોલસા કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ થઇ છે. આ શખ્સ કચ્છના સામખિયાળીનો અર્જુન મનજીભાઇ દાદલ છે. જામનગરમાં ૧૦ મહિનામાં અડધાં શહેરમાં ફોલ્ટના કારણે ૨૮૯૭ વીજફીડર બંધ રહ્યા: ફરિયાદોની સંખ્યા ૬૦૦૯: જૂલાઇ માસમાં વધુ ક્ષતિઓ સર્જાઇ: વીજતંત્રની મેન્ટેનન્સ કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. વિસ્ફોટક બલ્લેબાજી માટે જાણીતા ક્રિમ ગેલ દ્વારા ૧૦૦૦ સિકસનો વિક્રમ સ્થાપવામાં આવ્યો. આ પ્રકારનો વિશ્વનો તે પ્રથમ બેટસમેન છે. કોરોન પોલાર્ડના નામે ૬૯૦ મેક્કલુમના નામે ૪૮૫ તથા વોટસનના નામે ૪૬૭ સિકસ નોંધાયેલી છે. aiims ના ડાયરેકટરની ચેતવણ...