જીઇબી એન્જિનીયર્સ એસોસિએશન દ્વારા અધિક્ષક ઇજનેરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું છે કે, ઇજનેરોની પડતર માંગો અંગે બે વર્ષથી મૌખિક, લેખિત રજૂઆતો પછી પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર એસોસિએશન પ્રત્યે રાગદ્વેશ રાખે છે. બેઠક બોલાવતું નથી. લોકલ રિકવેસ્ટ ઓપરેટ કરવામાં આવતી નથી. ઇજનેરો પર કામનું ભારણ છે. જેથી તેઓની શારીરિક-માનસિક સ્થિતિ બગડે છે. જૂનિયર ઇજનેરોના બદલીઓના ઓર્ડર પછી દોઢ-દોઢ વર્ષ સુધી તેઓને છૂટાં કરવામાંં આવતાં નથી. બદલીઓના ઓર્ડર મહિનાઓ બાદ અચાનક રદ્ થઇ જાય છે. ઇજનેરોની બદલીઓમાં નિયમોનું પાલન થતું નથી. અમુક અધિકારીઓની બદલી જ નથી થતી. એસોસિએશન વતી એસોસિએશનના સીએસ એ.એમ. સોઢિયાએ આંદોલનની ચિમકી પણ આપી છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો