મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 31, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધુતારપુરમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો

     જામનગર ક્રાઈમ બ્રાન્ચે જામનગર નજીકના ધુતારપુરમાં તાજેતરમાં થયેલી બંને ચોરીઓનો ભેદ ઉકેલી ત્રણ તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે કરણ રમેશ તડવી, દિલીપ અભેસીંગ મિનામા અને નટવર રામસીંગ ભૂરિયા નામનાં ત્રણ શખસોને ઝડપી લીધા છે અને ચોથા તસ્કર વિપુલ શબૂર બારીયાને ફરાર જાહેર કર્યો છે. આ ચારેય શખ્સો દાહોદ જિલ્લાના વતની હોવાનું અને હાલ જામનગર જિલ્લામાં ખેતમજૂરી કરતા હોવાનું જાહેર થયું છે. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીનાં મુદ્દામાલ પૈકી ચાંદીના દાગીના, વસ્ત્રો અને ત્રણ નંગ મોબાઈલ કબ્જે લીધા છે. એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે આ શખ્સોને શોધી કાઢ્યા છે.  

ચેકીંગનાં બીજાં દિવસે વધુ રૂ. ૨૬.૫૫ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ

       જામનગર વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત ગત્ સોમવારથી વીજચેકીંગનો ફરીથી આરંભ કરવામાં આવ્યો છે. ચેકીંગનાં બીજાં દિવસે મંગળવારે તંત્રની કુલ  ૨૯ ટીમોએ શહેરમાં સેન્ટ્રલ ઝોન, સાત રસ્તા તથા પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળનાં વિવિધ વિસ્તારોમાં કુલ ૨૦૨ વીજજોડાણો ચેક કર્યા હતા જે પૈકી ૬૩ વીજજોડાણો માં વીજચોરી માલૂમ પડતાં આ આસામીઓને કુલ રૂ. ૨૬.૫૫ લાખનાં વીજપૂરવણી બિલો આપવામાં આવ્યા હતાં. સોમવારે પણ વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શ્રી ઝુલેલાલ ચાલીસા મહોત્સવ સંપન્ન

.      જામનગર સિંધી સમાજ દ્વારા તારીખ ૧૬/૦૭/૨૦૨૨,શનિવાર ના રોજ આસ્થા ઉમંગ સાથે સિંધી ધર્મ ગુરૂ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ના પરમ ઉપાસક એવા પરમ પુજનીય સંત શ્રી સાંઈ શહેરાવારે ના સાનિધ્ય માં ઝુલેલાલ ચાલીસા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી.      જે ચાલીસા મહોત્સવ માં સિંધી સમાજ દ્વારા વરસો પુરાણા રૃઢી રિવાજ અને ધર્મગ્રંથોમાં આલેખન મુજબ સિંધી સમાજ દ્વારા ૪૦ દિવસની ધાર્મિક ઉપાસના કરવામાં આવે છે. જેમાં અનેક કઠોર નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઈષ્ટદેવ ઝુલેલાલની અર્ચના કરવામાં આવે છે અને ૪૧ માં દિવસે તારીખ ૨૫/૦૮/૨૦૨૨, ગુરૂવાર ના રોજ ચાલીસા વ્રત ની વિધિવત રીતે મોટી સંખ્યામાં સિંધી સમાજ દ્વારા મટકી યાત્રા સરઘસ કાઢવામાં આવી  નાનકપુરી ઝુલેલાલ મંદિર થી પગપાળા ચાલી શહેર ના લાખોટા તળાવ ખાતે  આસ્થાભેર મટકી અને જયોતિ સ્વરૂપ ભેરાણા સાહેબ જલ પરવાન(પધરાવી) વ્રત ની સમાપ્તી કરવામાં આવી હતી.      આ પ્રસંગે સિંધી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં મળીને સિંધી પરંપરા દાંડિયા રમત છેજ, ભેરાણા , સિંધી પહેરવેશ ટોપી અજરખ સાથે પરંપરાગત ને તાજી કરી આ હજારો વર્ષો પ્રાચીન પરંપરા ઝુ...

ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ અંગે ચર્ચા

     જામનગરમાં આવેલી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે રાજ્યના કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ પહોંચ્યા હતા. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજને મળ્યા હતા. આ પ્રસંગે આગામી તા.23 સપ્ટેમ્બર, 2022થી શરુ થનાર ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ અંગે પણ ચર્ચાઓ થઈ હતી. અને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ખીજડા મંદિરના પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, કિંજલ કારસરીયા, ગિરિરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.  

જામનગરમાં ઉદ્યોગનગરોમાં વીજધાંધિયાથી કારખાનેદારો પરેશાન

     જામનગરમાં દરેડ નજીક આવેલા ઉદ્યોગનગર-૨ અને ઉદ્યોગનગર-૩ ખાતે વીજપૂરવઠો વારંવાર અનિયમિત રહેતો હોય ૧૫૦ થી વધુ કારખાનેદારો પરેશાન છે, ઉત્પાદન ઠપ્પ થાય છે, કારખાનેદારોએ કારખાનું બંધ રહે ત્યારે પણ કામદારોને વેતન ચૂકવવું પડે છે. કારખાનેદારોને બેવડો માર પડી રહ્યો છે. મંગળવારે સેંકડો કારખાનેદારોએ વીજતંત્રની આ નીતિરીતિનાં વિરોધમાં ધરણાં અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપ્યો હતો.  

જિલ્લા કોંગ્રેસનાં સંગઠન મહામંત્રીએ પક્ષ છોડ્યો

           જામનગર જિલ્લા કોંગ્રેસમાં સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવતા અને અગાઉ પણ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂકેલા પ્રદિપસિંહ વાળાએ પક્ષનાં હોદા પરથી તથા પક્ષનાં સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ આ માટે અંગત કારણ હોવાનું જાહેર કર્યું છે.

રખડતી ગાયો મુદ્દે બે પોલીસ ફરિયાદ દાખલ

     જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખામાં દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળી દ્વારા શહેરના સુપર માર્કેટ નજીક રખડતી ગાય મુદ્દે ઢોરમાલિક હેમંત વાઘેલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેરનામાનાં ભંગ સહિતની કલમો હેઠળ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.      આ ઉપરાંત પાબારી હોલ નજીક એક ગાય જાહેર માર્ગ પર રખડી રહી હોય જાહેરનામાં નાં ભંગ બદલ આ ગાયનાં માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાયનાં કાન પર લગાવવામાં આવેલાં ટેગના આધારે, કોર્પોરેશનના ઇન્ચાર્જ સિક્યોરિટી અધિકારી રાજેન્દ્રસિંહ ચાવડાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બંને ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

આગામી ત્રીજીએ કર્મચારીઓની મહારેલી

     જામનગર સહિત રાજ્યભરમાં વિવિધ કેડરમાં અને જુદાં જુદાં સરકારી વિભાગોમાં કર્મચારીઓએ આંદોલનનો પ્રારંભ કર્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના કુલ સાત લાખ કર્મચારીઓ પોતાની જૂની માંગણીઓના અનુસંધાને આંદોલનનો પ્રારંભ કરશે. જૂની પેન્શન યોજના અને સાતમા પગારપંચનો લાભ વગેરે માંગણીઓ સાથે જામનગર માં આગામી ત્રીજીએ પ્રદર્શન મેદાનથી શરૂ કરી કલેકટર કચેરી સુધી મહારેલી યોજવામાં આવશે. બાદમાં અન્ય વિરોધ કાર્યક્રમો પણ યોજાશે.  

જીસીએ દ્વારા રિલાયન્સ અંડર-19 ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન

     ગુજરાત ક્રિકેટ એસોસિએશન  સપ્ટેમ્બર 2022માં રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ અંડર-19 મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે.      જીસીએના ઉપાધ્યક્ષ  ધનરાજ નથવાણીએ આ ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા 10 વર્ષથી સિનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-1નું આયોજન કરે છે. ગયા વર્ષથી અમે BCCIના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ G-1નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. 2022-23 સીઝન માટે અમે રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.”      આ ટુર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 4 ટીમ રહેશે. ટુર્નામેન્ટ પહેલીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે. નીચે મુજબ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે...