મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 9, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રેલવેના જીએમ જામનગરમાં

     પશ્વિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ મંગળવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી. દેવભૂમિ દ્વારકામાં રેલવે ટ્રેક તથા જામનગરના રેલવેને લગતી સુવિધાઓનું ઇન્સ્પેકશન કયું< હતું અને સ્થાનિક અધિકારીઓને સુચનાઓ આપી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે ચર્ચાઓ કરી હતી. જામનગર રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક ૨૦૨૪ સુધીમાં ચાલુ થઇ જશે તથા કાનાલુસથી રાજકોટ વચ્ચે ત્રણ વર્ષમાં ડબલ ટ્રેક શરૂ કરવા અંગે માહિતી આપી હતી.

ખંભાળીયા સહિત નગરપાલિક ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિયુકિત

     ખંભાળીયા સહિતની રાજ્યની ૨૯ નગરપાલિકા માટે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુકિત કરવામાં આવી છે. ખંભાળીયામાં મદદનીશ કલેકટર(પ્રાંત અધિકારી) ની ચૂંટણી અધિકારી તરીકે તથા મામલતદાર-૨ મદદનીશ ચૂંટણીઅધિકારી તરીકે ફરજો બજાવશે.

સિમેન્ટ માર્ગનું ખાતમુહુર્ત

     જામનગરના વોર્ડ નંબર ૩ માં પટેલ કોલોની શેરી નંબર ૯ રોડ, નંબર ૨/૪ ની વચ્ચે સીસી રોડ તથા સિમેન્ટના બ્લોક પાથરવાના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યંુ છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, પૂર્વ મેયર (કોર્પોરેટર) દિનેશભાઇ પટેલ તથા અન્ય નગરસેવિકાઓ વગેરે આ તકે હાજર રહ્યા હતાં.

ખિરી ગામના મંદિરમાં થયેલ ચોરીનો આરોપી ૧૦ વર્ષે ઝડપાયો

     જોડીયા તાલુકાના ખિરી ગામ નજીક રામ સેવા આશ્રમ હનુમાન મંદિરમાં આજથી ૧૦ વર્ષ પહેલાં ચોરી થયેલી. ૪ શખ્સોએ ચોરી કરી હતી. જે આરોપીઓ પૈકીનો એક મધ્ય પ્રદેશનો શખ્સ ૧૦ વર્ષે મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી ઝડપાયો છે.      જામનગર એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે આ શખ્સને ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી લીધી છે.

બંધ દુકાનો ખોલવવામાં આવી

     ભારતબંધ દરમ્યાન મંગળવારે કાલાવડ નાકા વિસ્તારમાં કેટલીક બંધ દુકાનો ભાજપાના લઘુમતી મોરચા દ્વારા ખોલાવવામાં આવેલી. લઘુમતી મોરચાના પ્રભારી ભૂરાભાઇ, પ્રમુખ ઉમરભાઇ બલોચ, વોર્ડ નંબર ૧૨ ના પ્રમુખ રાહુલભાઇ વગેરેએ આ દુકાનો સમજાવટથી ખોલાવી હતી.

કોંગ્રેસના કાર્યક્રમો નિષ્ફળ

     ભારતબંધના એલાનના ભાગરૂપે ગઇ કાલે મંગળવારે વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ સવારના સમયે લાલપુર બાયપાસ નજીક ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવેલો પરંતુ અગાઉથી જ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ આ પ્રયાસ નાકામ બનાવી પુરૂષો તથા મહિલા કાર્યકરોની અટક કરી લીધી હતી.      આ ઉપરાંત ખોડિયાર કોલોની, નિલકમલ વિસ્તારમાં કોંગ્રેસ, એનએસયુઆઇના કાર્યકરોએ પીએમના પૂતળાંદહનનો કાર્યક્રમ ગોઠવેલો, તે પણ પોલીસે નિષ્ફળ બનાવી કાર્યકરોની અટક કરી લીધી હતી અને પીએમનું પૂતળું કબજે કરી લીધું હતું ત્યાં પણ પેટ્રોલીંગ કરતી પોલીસ પહોંચી ગઇ હતી.