મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 12, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગરના મેડીકલ સ્ટોર સંચાલકનો આપઘાત કેસ: બિલ્ડરો કનુભાઇ બોસ અને રમણભાઇ મોરઝરીયા એસપી કચેરીએ રજૂઆત કરવા ગયેલાં કે પોતે આ કેસમાં નિર્દોષ છે: પોલીસે ધરપકડ કરી લીધી: નોંધનિય છે કે, સૂસાઇટ નોટમાં આ બંને બિલ્ડરના નામો-મોબાઇલ નંબર છે. કેન્દ્રના સ્વાથ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું નિવેદન: શિયાળામાં કોરોના ના કેસો વધી શે છે. સરકારે વેકસીન ના ઇમરજન્સી ઉપયોગ અંગે હજૂ વિચાર કર્યો નથી: દેશમાં કુલ કેસ ૭૦ લાખ ૫૩ હજાર. કોરોના વાઇરસ ઠંડી સિઝનમાં વધુ સક્રિય બને છે. પાવાગઢમાં રવિવારે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા: સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા: ૪૦ ટકાથી વધુ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતાં જામનગર નજીકના જાંબુડામાં રૂપિયા ૩ કરોડની જમીનના કૌભાંડની ફરિયાદ પછી ગત ૮ મી એ બે આરોપી ઝડપાયા બાદ રવિવારે વધુ બે આરોપી અમૃત નાનજી મારૂ (પટેલ કોલોની) અને અજય દેવાયતભાઇ બરાડીયા (મોખાણા, તાલુકો લાલપુર)ની ધરપકડ બંગાળની ખાડીમાં લો-પે્રશર સર્જાયુ છે: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૩/૧૪ તારીખે વરસાદની સંભાવનાઓ છે, ગત્ તા. ૧૦ થી જામનગરમાં ગરમી, બફારો વધ્યા, રાત્રે પણ ઠંડકને બદલે ઉકળાટ છે. હિન્દુજા ફાયનાન્સ કંપની (ક્રોસ રોડ, પટેલ કોલોની)ના ક...

નંદનવન સોસાયટીમાંથી પાંચ જૂગારીઓ ઝડપાયા

     જામનગરની નંદનવન સોસાયટીમાં ભરતસિંહ પથુભા પિંગળના મકાનમાં જૂગારની કલબ ચાલતી હતી. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના પ્રમાણે, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચર તથા સ્ટાફના હંસરાજભાઇ, ચંદ્રસિંહ, સુરેન્દ્રસિંહ વગેરેએ કુલ પાંચ જૂગારીઓને રોકડા રૂા. ૪૭,૪૮૦ તથા વાહન-મોબાઇલ મળી કુલ રૂા. ૮૯૯૮૦મા મુદામાલ સાથે ઝડપી લીધાં છે. આગળની કાર્યવાહી માટે જુગારીઓને સીટી એ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

રેપ કેસનો ફરાર આરોપી કચ્છમાંથી ઝડપાયો

     અર્જુન નાજાભાઇ ચંડયા (મુળીલા, તાલુકો લાલપુર) દુષ્કર્મ કેસનો આરોપી છે. દોઢ વર્ષથી ફરાર હતો. એલસીબીએ આ શખ્સને કચ્છતા આદિપુરમાં પકડયો છે. પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમના વનરાજભાઇ મકવાણા વગેરેએ આ શખ્સને ઝડપી લીધો છે.

બે મોબાઇલચોર ઝડપાયા

     જામનગરની પંચકોષી બી ડિવિઝન પોલીસે બે મોબાઇલ ચોરને ઝડપી લીધાં છે. પંચકોશી પોલીશને મળેલી માહિતી અનુસાર આરોપીઓને પકડવા દરેડમાં આવેલ ખોડીયાર મોબાઇલ નજીક વોચ ગોઠવામાં આવી હતી. જેમાં મોબાઇલ ચોર સંજય (કારીયો)ભીમજી મકવાણા (દરેડ) તથા સાગર (લંધો) ઉમેશ આલીખા (વુલનમિલ વિસ્તાર)ને પકડયા છે. કુલ ૧૮ નંગ મોબાઇલ (રૂા.૭૮૦૦૦) ઝડપાયા છે. આ બંને આરોપીઓની સી.આર.પી. કલબ ૧૦૨ અને સી.આર.પી. ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવી છે. આ તમામ ફોનના માલિકોની શોધખોળ હવે કરવામાં આવશે.      આ કાર્યવાહી પીએસઆઇ જે.ડી. પરમાર તથા સ્ટાફ હેડ. કોન્સ્ટેબલ કરણસિંહ જાડેજા, પ્રધુમનસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા, શોભરાજસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

દેવભૂમિ-દ્વારકા તંત્રએ પાક નુકસાની (અતિવૃષ્ટિ) માટેની અરજી મંગાવી

     દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાની (અતિવૃષ્ટિ) માટેની અરજી તંત્રએ મંગાવી છે. ગત્ ચોમાસામાં ભારે વરસાદ થયેલો.      અત્રે નોંધનિય છે કે, જે ખેડૂતોને રૂા. બે-ત્રણ લાખનું નુકસાન થયું હોય એવા ખેડૂતોને સરકારમાંથી માત્ર રૂપિયા ૧૦ કે ૧૫ હજારની સહાય મળતી હોય ખેડૂતો પાક સળગાવે છે, રોટાવેટર ફેરવી પાકનો નાશ કરવા મજબૂર છે.      સરકારે શ્વળઈ/શ્વછઈ મારફત ૩૧ ઓકટોબર સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ હતતપસ://ાકહઇદઉત.ગઉજઅરઅત.ગદ્વવ.ાન પર ઓનલાઇન અરજી અથવા તલાટી કમ મંત્રી, ગ્રામસેવકનો સંપર્ક કરવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

જામનગરના વિકાસ પર કોરોનાની અસર

     મહાનગરપાલિકાના ૨૦૨૦/૨૧ નું બજેટ રૂપિયા ૬૭૯ કરોડનું છે: અત્યાર સુધીમાં (છ માસમાં) રૂા. ૨૦૦ કરોડના કામો થયા છે: સંખ્યાબંધ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાલ અધ્ધરતાલ: ત્રણ થિમ બેઇઝ ગાર્ડન, ૧ લાખ વૃક્ષોના વાવેતરની યોજના પેન્ડીંગ, ટીપી સ્કીમની મંજૂરીના અભાવે રૂંધાય છે શહેરનો વિકાસ. ટીપી સ્કીમ ધડાધડ મંજૂર શા માટે નથી થતી? તે પણ રહસ્ય છે. મિની એમ્યૂઝમેન્ટ પાર્ક (દરેક વોર્ડમાં) સી ફેસ ડેવલપમેન્ટ (વાલસુરા રોડ)નું આયોજન જ નથી થઇ શકયું. ઓડિટોરિયમ તથા ૨ આધુનિક લાઇબ્રેરી હાલ દીવા સ્વપ્ન સમાન. લાલપુર રોડ પરનું સિવિક સેન્ટર હમણાં નહીં બને. ૧૦ સીએનજી બસ માટે ઓર્ડર અપાયેલો છે, બસો હજૂ આવી શકી નથી.