જામનગર શહેરમાં કદાચ પ્રથવ વખત રેતી-મોરમની ચોરી મોટાં પ્રમાણમાં ઝડપી લેવામાં આવી છે. એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ દેવમુરારી તથા ગોજિયાની ટીમે આ કાર્યવાહી કરી છે. મારૂ કંસારા સમાજની વાડી પાછળ રંગમતીના પટમાં રેતી-મોરમની ચોરી ઝડપાઇ છે. ૧ જેસીબી, ૨ ડમ્પર, બે ટ્રેકટર, ૧૨ ટન મોરમ સાથે પંકજ વસંતભાઇ, વિજય રમેશભાઇ, સરફરાઝ ગુલઝારભાઇ આમરોણીયા, હિતેષ પદમાભાઇ તળાવિયા, જેન્તિભાઇ ખરા નામના શખ્સોની ધરપકડ થઇ છે. રેતી-મોરમની ચોરી બિલ્ડીંગ મટિરિયલ, કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં કુખ્યાત દુષણ છે. સૌ જાણે છે. દરોડાની આ કાર્યવાહીમાં સ્ટાફના સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા વગેરે જોડાયા હતાં.