મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • ભારતના અરૂણાચલ પ્રદેશ નજીક પોતાની હદમાં ચીન દ્વારા વધુ એક રેલવેલાઇન બિછાવવામાં આવી છે. આ સાથે એક પાવર પ્રોજેકટની પણ સ્થાપના કરવામાં આવી છે.
  • આઇપીએલના ૫૫ માં મેચમાં દિલ્હીએ બેંગ્લોરની ટીમને ૬ વિકેટે પરાજય આપ્યો: દિલ્હી ટોપ-૨ માં, દિલ્હી અને મુંબઇની ટીમો કવોલિફાયર મેચમાં ટકરાશે. મેચ હાર્યા છતાં બેંગ્લોરની ટીમ પ્લે-ઓફમાં.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે ૯ ટકા તૂટયો: અગાઉ ૧૨ મી મેન ના દિવસે ૭ ટકા તૂટયો હતો: માર્ચમાં ૮૬૨ રૂપિયા ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સોમવારનો ભાવ રૂપિયા ૧૮૮૫ (બીએસઇ) હતો. રિલાયન્સના માર્કેટ કેપમાં સોમવારે રૂપિયા ૧.૦૯ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
  • ગુજરાતની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં આજે મતદાન છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપતાં આ બેઠકો ખાલી થઇ હતી.
  • ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોમાં કુલ ૧૮.૭૫ લાખ મતદારો છે, ૮૦ ઉમેદવારો છે. પ્રત્યેક મતદાન મથક પર કોરોના ગાઇડલાઇન પ્રમાણે, ૧૫૦૦ ના બદલે માત્ર ૧૦૦૦ મતદારો જ મતદાન કરશે
  • એનજીટી એ દિલ્હી, ઉતરપ્રેદશ, હરિયાણા તથા રાજસ્થાનમાં ૩૦ નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂકયો છે. રાજસ્થાન સરકારે પ્રતિબંધનો અમલ શરૂ પણ કરાવી દીધો.
  • અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે આજે મતદાન: ટ્રમ્પની સરખામણીએ પ્રતિસ્પર્ધી જો બાઇડન ના ચૂંટાવાની શકયતાઓ વધુ હોવાનો રિપોર્ટ.
  • ફ્રાંસ-મુસ્લિમ મામલે જાણીતા શાયર મુનવ્વર રાણા વિરૂધ્ધ એફઆરઆઇ: રાણાએ કહ્યું, ભગવાન રામનું કોઇ વિવાદાસ્પદ કાર્ટૂન બનાવે તો તેની પણ હત્યા કરવી જોઇએ.
  • અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના ઇતિહાસમાં ૪૮ ટકા કરતાં ઓછાં એપ્રુવલથી કોઇ વિજેતાં થયું નથી. ટ્રમ્પનું એપ્રુવલ માત્ર ૪૩ ટકા છે.
  • રાજ્યસભામાં ભાજપાની ૯૨, એનડીએની ૧૧૨ બેઠક: કોંગ્રેસની ઘટીને ૩૮, યુપીએની કુલ બેઠક ૧૧૦ થઈ.
  • ૨૦૨૦ના વર્ષમાં સુરક્ષાદળોએ ૨૦૦ આતંકીઓને ઠાર માર્યા: ગત્ વર્ષની સરખામણીએ ૪૩ વધુ આતંકી માર્યા.
  • વિજય માલ્યાનું બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાના મામલામાં ૬ સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા સુપ્રિમ કોર્ટ નો કેન્દ્ર સરકારને આદેશ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...