મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 8, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જામનગરમાંથી એક શખ્સ પિસ્તોલ-તમંચા સાથે ઝડપાયો

     જામનગર એલસીબી ના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, બે પીએસઆઇ ગોજિયા,દેવમુરારીની ટીમે એક શખ્સને હથિયારો સાથે ઝડપી લીધો.      દિગ્વિજય પ્લોટ ૪૯ માં ભીમશી ધરણાંતભાઇ આંબલીયા (કલ્યાણપુરનો રહેવાસી)ને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી પિસ્તોલ, તમંચો, ૩૭ નંગ કારતૂસ, મોબાઇલ, બેઝા કાર કબજે લેવામાં આવી છે. આ તમંચો, કારતૂસ કયાંથી આવ્યા અને કોના પાસેથી મેળવ્યા તે અંગે પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.      આ કાર્યવાહીમાં ભગીરથસિંહ, હરદીપભાઇ, અજયસિંહ, અશ્વિનભાઇ વગેરે જોડાયા હતાં.  

શરાબ સાથે એકની ધરપકડ

     જામનગર એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે દિગ્વીજય પ્લોટ-૫૪ માં ભૂપત હંસરાજ ગોરી (બાબો)નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડી તેને શરાબની ૮૫ બોટલ સાથે ઝડપી લીધો છે.      આ કાર્યવાહીમાં સ્ટાફના હંસરાજભાઇ, ધર્મેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, મેહુલભાઇ વગેરે જોડાયા હતાં. આ દારૂનો બોટલો કયાંથી મેળવી તે માટે પોલીસ તપાસ ચલાવી રહી છે.

શિક્ષિકાને સિનિયોરીટીમાં અન્યાય

     જામનગરમાં પટેલવાડીમાં રહેતાં છિડશ ના વિશિષ્ટ શિક્ષિકા દિપશિખાબેન બદીયાણીએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, તેઓને સિનિયોરીટીમાં અન્યાય કરવામાં આવ્યો છે. માતૃ સંસ્થા જામનગરમાં બદલીઓ આપવાને બદલે તેઓને જામનગરથી ૧૧૫ કિલોમીટર દૂર તરસાઇ ખાતે બદલી આપવામાં આવી છે.      શિક્ષિકા જણાવે છે કે, મારે પિતા કે ભાઇ નથી. ૭૦ વર્ષના માતા બિમાર છે. નોકરી અંગે વાંધા અરજી, રજૂઆતો કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. ૧૫ દિવસમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તંત્ર વિરૂધ્ધ કાનૂની પગલાંની તેઓએ લેખિતમાં ચિમકી આપી છે.  

સંક્ષિપ્ત સમાચાર

પ્રધાનમંત્રી આજે સુરતના હજીરા અને ભાવનગરના ધોધા વચ્ચે રો-પેકસ ફેરીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવશે. ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી થઈ: એકઝીટ પોલ કહે છે, ભાજપા ને ૭ બેઠકો મળશે. જામનગરના શંકર ટેકરી તથા દરેડના ત્રણ ઉદ્યોગનગરોમાં ૧૭૦૦૦ વીજગ્રાહકો હેરાન છે. કારખાનાઓમાં અવારનવાર કલાકો સુધી વીજપૂરવઠો બંધ થઇ જાય છે. છતાં તંત્ર દ્વારા કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત માસમાં ટ્રિપિંગ તથા કાયમી ફોલ્ટ દૂર કરવા લાઇન કલીયર માટે કુલ ૬૬ કલાકો દરમ્યાન ૨૩ વખત ટ્રિપિંગ થયું. કાયમી ફોલ્ટ દૂર કરવા ૪૨ વખત વીજપૂરવઠો બંધ રાખવામાં આવ્યો. ફટાકડા અંગે ગૃહવિભાગે બહાર પાડેલું જાહેરનામું માત્ર ઇમ્પોર્ટેડ ફટાકડા બાબતે છે. ગુજરાત સરકાર દ્વારા ફટાકડા અંગે રવિવારની રાત્રિ સુધી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. ફટાકડા અંગે ગૃહવિભાગે મહાર પાડેલું જાહેરનામું માત્ર ઇમ્પોર્ટેડ ફટાકડા બાબતે છે. ગુજરાત સરકાર દ્વારા ફટાકડા અંગે રવિવારની રાત્રિ સુધી કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી. જામનગરના રણજિતસાગર રોડ પર પટેલનગરમાં રહેતાં ૪૦ વર્ષના આશાબેન અશોકભાઇ મહેતા ત્રણેક વર્ષથી બિમાર રહેતાં હતાં. બિમારીથી કંટાળી તેઓએ ઝેરી...