મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 13, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઘરફોડ ચોરીનાં મુદ્દામાલ સાથે બે શખ્સો ગણતરીનાં કલાકોમાં ઝડપાઈ ગયા

    જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થયાનું શુક્રવારે જાહેર થયું હતું. આ ચોરીની જાહેર થયેલી વિગતો એવી છે કે, શહેરનાં પાંચ હાટડી વિસ્તારમાં રોયલ બેકરીની બાજુમાં રહેતાં બશીરભાઈ લુસવાળા નામનાં મેમણ વેપારીનાં રહેણાંક મકાનમાં ચોરી થઇ હતી.      ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ચાંદીબજાર વિસ્તારમાં રખડતાં બે શખ્સોને ચોરીનાં આ ગુનાનાં અનુસંધાને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓનાં કબજામાંથી રૂ. ૭,૪૦,૦૦૦ નો કુલ મુદ્દામાલ મળી આવ્યો છે જેમાં રૂ. ૭૫,૦૦૦ રોકડા અને રૂ. ૬,૬૫,૦૦૦ ની કિંમતનાં આશરે ૧૫ તોલા સોનાનાં દાગીનાનો સમાવેશ થાય છે. એક આરોપીનું નામ મોહમ્મદ રફીક દૂધવાલા છે, ૨૮ વર્ષનો આ શખ્સ વેપારી છે અને રંગૂનવાલા હોસ્પિટલની બાજુમાં ખેડૂન એપાર્ટમેન્ટમાં બીજાં માળે રહે છે. બીજો આરોપી ઈકામુદીન મહમ્મદઓસમાણ સરગઠ ૩૦ વર્ષનો છે અને મજૂરીકામ કરે છે, જે લુહારસાર વિસ્તારમાં  ઈશુકી મંઝિલમાં ત્રીજાં માળે વસવાટ કરતો હોવાનું જાહેર થયું છે.      સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાં પીઆ...

સ્લમ વિસ્તારની દિકરીઓએ ઉચ્ચ અધિકારીઓને બાંધી રાખડીઓ

     ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનાં પ્રતિક એવાં રક્ષાબંધનના તહેવારને સાર્થક બનાવવાના હેતુથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતગર્ત ચાલતા પ્રોજેક્ટ ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રા અને તેમની સમગ્ર સીટી ચાઈલ્ડલાઈન 1098 અને રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્કટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.      આ રક્ષાબંધનની ઉજવણીમાં મહત્વની બાબત એ રહી કે,  કલેકટરને,પોલીસ અધીક્ષકને,  મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશ્નરને, સીટી મામલતદારને, સમાજ સુરક્ષા વિભાગના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ જીલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને, બાળ સુરક્ષા એકમના જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને,શિક્ષણ વિભાગના જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને, જામનગર રેલ્વે વિભાગના સ્ટેશન મેનેજરને, રેલ્વે પોલીસ ફોર્સના IPF અને SIPF વગેરે અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અધિકારીઓને બાંધવામાં આવેલ રાખડીની વિશેષતા એ હતી કે આ રાખડીઓ દિકરીઓએ જાતે બનાવી હતી અને 15મી ઓગસ્ટના પર્વને ધ્યાને રાખી તિરંગાનો રંગ અપાયો હતો.  ...

જામનગર કોંગ્રેસના પદાધિકારીઓ જેલહવાલે

     થોડાં સમય પહેલાં જામનગર પોલીસે શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ સહિતનો ગુનો નોંધી આ  હોદેદારોની ધરપકડ કરી હતી અને અદાલતની મંજૂરી પછી બંને હોદ્દેદારોને ચાર દિવસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા પછી ગઈકાલે શુક્રવારે બંનેને અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલતે બંનેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.  

મોટી હવેલી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

     શુક્રવારે જામનગરમાં મોટી હવેલી ખાતે પૂજ્ય શ્રી વલલભરાયજી મહોદય દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને, સર્વે વૈષ્ણવોને આ અભિયાનમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.  

SRP દ્વારા તિરંગા યાત્રા અને ફ્લેગ માર્ચ

    જામનગર નજીકના ચેલા ખાતે હેડ કવાર્ટર ધરાવતી SRP- ગ્રૂપ ૧૭ ની ટૂકડીએ તળાવની પાળે તિરંગા યાત્રા તથા ફ્લેગ માર્ચ યોજી હતી અને એ રીતે આ જવાનો હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થયા હતાં.  

જામનગરમાં તિરંગા યાત્રા, ૭૫ મીટર લાંબો ધ્વજ લહેરાયો.....

       જામનગરમાં શુક્રવારે મહાનગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા તળાવની પાળેથી શરૂ થઈ રણજિતનગર પટેલ સમાજ નજીક પૂર્ણ થઈ હતી.      મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્યો આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત આ યાત્રામાં ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનિષ કટારિયા, શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા, કલેકટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ તથા શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતાં. યાત્રામાં ૭૫ મીટર લાંબો ધ્વજ વિદ્યાર્થીઓની મદદથી લહેરાવવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા રણજિતનગર પટેલ સમાજ નજીક પૂર્ણ થઈ હતી.

કમિશનર અને એસપી દ્વારા લોકમેળાનું નિરીક્ષણ

     બે દિવસ પહેલાં કમિશનર વિજયકુમાર ખરાડી તથા એસપી પ્રેમસુખ ડેલુએ લોકમેળાનું નિરીક્ષણ કર્યું હતું અને લોકો તથા મેળા નજીકનાં માર્ગ પર વાહનચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ તકે નિરીક્ષણમાં સિટી ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટ અધિકારી એન.આર. દીક્ષિત વગેરે જોડાયા હતાં.  

જામનગરમાં શ્રાવણી લોકમેળાનું ઉદઘાટન

       જામનગરનાં પ્રદર્શન મેદાનમાં શુક્રવારે કોર્પોરેશન દ્વારા શ્રામણી લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ તકે મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનિષ કટારિયા, કમિશનર વિજયકુમાર ખરાડી, નગરસેવિકાઓ તથા નગરસેવકો અને શહેર ભાજપાનાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.      અત્રે નોંધનીય છે કે, ૧ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધી પ્રદર્શન મેદાનમાં એક ખાનગી પાર્ટી દ્વારા સમગ્ર મેળો ઓપરેટ થયો, ધમધમતો રહ્યો, જે અંગે કોઈ પણ તંત્ર કે મહાનુભાવો દ્વારા પાછલાં અગિયાર દિવસમાં એક પણ સત્તાવાર નિવેદન કે જાહેરાત થવા પામ્યા ન હતાં.