કોરોના કાળ દરમ્યાન અત્યાર સુધીમાં જી.જી. હોસ્પિટલ ૧૫ તબીબોને કોરોના બિમારી લાગુ પડેલી. તેઓ સ્વસ્થ થઇ ફરીથી દર્દીઓની સેવાઓમાં જોડાયા છે. કોરોનાથી સંક્રમિત થનારા તબીબોમાં ડો. દિપક તિવારી, ડો. અજય તન્ના, ડીન ડો. નંદિની દેસાઇ, ડો. હેમાંગ આચાર્ય, ડો. હર્ષ ત્રિવેદી, ડો. રાહુલ મહેતા, ડો. એન.આર. રાઠોડ, ડો. વિજય વહાણિયા, ડો. કિંજલ નાદિયા, ડો. તેજસ રાબડીયા, ડો. રાજુ ગોળીફાળ, ડો. પૂજા ઉપાસના, ડો. નીતા રાડા તથા ડો. પંચાસરા વગેરેનો સમાવશ થાય છે. કોરોના મહામારી, સારવાર, ફરજો વગેરે બાબતો અંગે તબીબોએ પોતાના મંતવ્યો જણાવ્યા છે. એડિશનલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. અજય તન્ના અમદાવાદની હોસ્પિટલ (બી.જે. મેડિકલ કોલેજ)માં ૧૦ દિવસ ફરજ બજાવવા ગયા હતાં. ત્યાં દરરોજ તેઓ ત્રણ ફલોરના ૫૦૦ જેટલા દર્દીઓને તપાસતા હતાં. ગરમીના સમયમાં પીપીઇ કીટ પહેરવામાં પડતી મુશ્કેલીઓ વિશે કહે છે, કે મારા શરીરની તાસીર ગરમ છે. લેહ-લડાખ જતો ત્યારે પણ સ્વેટર પહેરતો ન હતો. એટલે ૧૦ દિવસ સુધી પીપીઇ કીટ પહેરીને બેસવુ મારે માટે અતિ મુશ્કેલ હતું. તેઓએ કોરોના દર્દીઓને પ્લાઝામાં ડોનેટ પ...