જામનગર વોર્ડ નંબર ૨,૩,૧૦, ૧૧ માં રૂા. ૧૭૧.૭૪ લાખણા ખર્ચે વિવિધ વિકાસકામોનો પ્રારંભ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાના હસ્તે કરવામાં આવ્યો. ૪ વોર્ડમાં સીસી રોડના ૨૮ કામો રાજ્ય મંત્રીની ૧૦ ટકા લોકભાગીદારીની ગ્રાંટમાંથી થશે. આ તકે સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, શાસક પક્ષનેતા દિવ્યેશ અકબરી, યાર્ડના વાઇસ ચેરમેન ધીરજલાલ કારીયા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, કિશન માડમ, જયેન્દ્રસિંહ જાડેજા તથા વિવિધ વોર્ડના નગરસેવકો/સેવીકાઓ કાર્યકરો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.