મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 14, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ

     જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના ૫૬.૩૩ કરોડથી વધુના ખર્ચે વિવિધ ૧૯ કામોનું મંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા.      રૂ.૬.૬૪ કરોડના ખર્ચે સિક્કા વોટર સપ્લાયનું કામ, રૂ.૫.૪૦ કરોડના ખર્ચે બુટાવદર, સંગચિરોડા, મોટી ભરાડ, કલ્યાણપુર, શેઠવડાળા રોડ, રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ડોઢિયા-ખોજા બેરાજા રોડ, રૂ. ૨.૬૦ કરોડના ખર્ચે નાની નાગજાર -સોરઠા રોડ, રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નાની ખાવડી-મૂંગણી રોડ, રૂ.૨.૪૫ કરોડના ખર્ચે અંબાલા-કોયલી રોડ, રૂ.૨.૨૦ કરોડના ખર્ચે વસઈ-આમરા-જીવાપર-ડોઢિયા રોડ, રૂ.૨ કરોડના ખર્ચે ચંદ્રગઢ થી ચંદ્રગઢ પાટીયા રોડ, રૂ.૨ કરોડના ખર્ચે સોગઠી-સ્ટેટ હાઇવે રોડ, રૂ.૧.૮૦ કરોડના ખર્ચે લોઠિયા-ખોજાબેરાજા રોડ, રૂ.૧.૬૦ કરોડના ખર્ચે આમરા-શાપર રોડ, રૂ.૧.૫૦ કરોડના ખર્ચે મોટી બાણુંગર-સ્ટેટ હાઇવે રોડ, રૂ.૧.૩૦ કરોડના ...

૧૪ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

       જામનગર નાં બેડીનો શખ્સ મારામારીના ગુનામાં જેલમાં હતો તે દરમિયાન વચગાળાના જામીન પર મુક્ત થયાં પછી ૧૪ મહિનાથી પોલીસને હાથતાળી આપતો હતો. કાસમ દાઉદ મકવાણા (રહે. એકડેએક બાપુની દરગાહ પાસે) નામના આ શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ ગરચરની ટીમે દ્વારકા જિલ્લામાંથી ઝડપી લીધો છે. આ આરોપીને ફરી જેલ હવાલે મૂકવામાં આવ્યો છે.

નશામુકતિ અંગે વેબિનાર યોજાયો....

       સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા ''નશામુક્ત ભારત અભિયાન"" શરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓ ને પસંદ કરવામાં આવ્યા છે તથા રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.      જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારના તમામ વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આયોજીત ણછછ કેડેટ સાથેના ઓનલાઈન કાર્યક્રમમા જામનગર શહેરની શાળાઓ, કોલેજો તથા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા એકમને અધીનસ્થ બાળ સંભાળ ગૃહો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ, માનસિક રોગમાંથી સાજા થયેલ, વૃદ્ધ અંતેવાસીઓ વગેરે જેવી સંસ્થાઓના અંતેવાસીઓ અને કર્મચારીઓને વેબિનારના માધ્યમથી નશા અને કેફી દ્રવ્યોથી થનારા નુકશાન અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વેબિનારમાં સામેલ થયેલ તમામને વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. 

કચ્છથી જામનગર માં ઠલવાતો દારૂ !!

       જામનગર એલસીબીએ સેનાનગર વિસ્તારમાંથી રાજુ સીંગરખિયા નામનાં શખ્સને શરાબની ૧૩૬ બોટલ તથા મોબાઇલ સાથે રાજુભાઇ ભીખુભાઇ શીંગરખીયા (રહે. ઢીંચડા રોડ, સેનાનગર)ને ઝડપી લીધો છે. આ કેસમાં હજુ રાહુલ સીંગરખિયા તથા સપ્લાયર રાજુ (કચ્છ) નામનાં શખ્સોની શોધખોળ ચાલુ છે.      એલસીબી પીએસઆઇ ગોજિયા તથા કાંટેલિયાની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

૯૫ બોટલ સાથે રાહુલ ઝડપાયો

          જામનગરની સિટી સી ડિવિઝન પોલીસે સેનાનગર વિસ્તારમાંથી રાહુલ ભીખુ સીંગરખિયા (રહે. ઢીંચડા રોડ, સેનાનગર) નામનાં શખ્સને શરાબની ૯૫ બોટલ ( રૂ. ૪૭,૫૦૦) સાથે ઝડપી લીધો છે. આ કેસમાં જિગર રબારી તથા રાજુ મોરી નામનાં શખ્સોને પોલીસ શોધી રહી છે. પીએસઆઇ કે આર સીસોદીયાની ટીમે આ કામગીરી કરી હતી.  

શહેરમાં વરસાદી પાણી ભરાયા.....

       જામનગર જિલ્લા સહિત મંગળવારે શહેરમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડયો હતો જેને કારણે શહેરમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે પાણી ભરાવાના સમસ્યા વિવિધ વિસ્તારોમાં છે અને રહેવાની છે એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આજે બુધવારે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન શહેરમાં કુલ ૪૧ મિમી વરસાદ નોંધાયો હતો.

પિન્ક ફાઉન્ડેશન દ્વારા પ્રદર્શન-વેચાણ...

       જામનગર ની કામદાર વાડી ખાતે પિન્ક ફાઉન્ડેશન (પ્રમુખ શેતલબેન શેઠ) દ્વારા ઘર ઉપયોગી તથા બહેનો દ્વારા ખરીદવામાં આવતી વસ્ત્રો સહિતની ચીજવસ્તુઓ નું પ્રદર્શન તથા વેચાણ માટે મેળો યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કોર્પોરેશન માં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા વગેરેએ આ મેળાની મુલાકાત લીધી હતી.

દિલ્હીની પર્યાવરણ વિભાગની ટીમે જામનગરની મુલાકાત લીધી

     દિલ્હીથી વન પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના સેક્રેટરી લીના નંદન તથા તેઓની ટીમ મંગળવારે જામનગર આવ્યા હતા. ટીમે સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કોર્પોરેશન માં બેઠક યોજી હતી. આ તકે કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.      આ ટીમે જિલ્લા પાણી પુરવઠા બોર્ડનાં તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે તાકીદ કરી હતી અને કામગીરી ઝડપથી નિપટાવવા સૂચનાઓ આપી હતી.  

મેઘપર ગામમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

     જામનગર એસઓજી એ મેઘપર ગામમાંથી પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણ નામના શખ્સને બે કિલો ગાંજાના જથ્થા સાથે રહેણાંક મકાનમાંથી ઝડપી લીધો છે. આ ગાંજાની અંદાજીત કિંમત રૂપિયા ૨૦૦૦૦ છે. જે કલ્પેશભાઈ નામનાં વ્યક્તિ નાં મકાનમાં ભાડે રહેતો હતો. એસઓજીનાં પીએસઆઇ એ એસ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. આ શખ્સ વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગાંજો કયાંથી અને કોની પાસેથી લીધો તેની વિગતો જાહેર થઇ નથી.