દિલ્હીથી વન પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના સેક્રેટરી લીના નંદન તથા તેઓની ટીમ મંગળવારે જામનગર આવ્યા હતા. ટીમે સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કોર્પોરેશન માં બેઠક યોજી હતી. આ તકે કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટીમે જિલ્લા પાણી પુરવઠા બોર્ડનાં તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે તાકીદ કરી હતી અને કામગીરી ઝડપથી નિપટાવવા સૂચનાઓ આપી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો