મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 18, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

દિવાળી સુધી સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૫૧૦૦૦-૫૩૫૦૦ ની રેન્જમાં રહેશે: રૂપિયા મજબૂત બનશે તો સોનું રૂ.૫૦૦૦૦ ની અંદર સરકી જશે સુરતમાં ડાયમંડ બુર્સ હાઇટેક બિલ્ડીંગ બની રહી છે. જે ગુજરાતની પ્રથમ હાઇટેક બિલ્ડીંગ હશે. ૪૫૦૦ ઓફિસ, ૯ ટાવર: ૭૦ ટકા કામ પૂર્ણ છે. કુલ ૬૬ લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ. વિદેશની ફાયર સિસ્ટમ, ૩૪૦ કિ.મી.ની ગરમી કરતાં ૫ ડિગ્રી ઓછી ગરમીવાળું વાતાવરણ બુર્સમાં જાળવશે. નાનામાં નાનો વીજફોલ્ટ શોધી શકાશે. એક માળ પર વીજવિક્ષેપ થાય તો અન્ય માળ પર તેની અસર નહીં થાય. કુલ ૧૨૮ લિફટ. ઇમારત પર ૪૦૦ કેવી સોલાર સિસ્ટમ ૧.૮ એમએલડી તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મહાનગરપાલિકામાં ડી.પી. કપાત માટેની સુનાવણીઓ બંધ રાખવામાં આવી છે પટેલ સમાજ, પ્લોટ ૪૯, સેવાસદન-૪ થી નાગેશ્વર, સ્વામિનારાયણનગર, નવાગામ, ગાંધીનગર વિદાય લેતું ચોમાસુ સૌરાષ્ટ્ર-ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસાવશે તેવી આગાહી વચ્ચે અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદના વાવડ છે. જામનગરમાં લો-પ્રેશરનો બફારો-ઉકાળટ છે. વરસાદની બીકને કારણે ખેડૂતવેગમાં ચિંતા છે. ગુજરાતમાં ખેતીની જમીન પર સસ્તાં આવાસો બનાવી શકાય તે માટે સરકાર ખેતીની જમીન કાયદા ૬૩ એએએ ...

૧૫ ગેરકાયદે દુકાનો તોડી પાડતું એસ્ટેટ

     જામનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં એક સાથે ૧૫ ગેરકાયદેસર દુકાનોનું ડિમોલીશન કરવામાં આવી. આ પંદર દુકાનો મહાનગરપાલિકાની મંજૂરી વગર ખડકવામાં આવી હતી. એસ્ટેટ અધિકારીના જણાવ્યા મુજબ ૧૫ દુકાનોને તોડી પડતાં ૧૮૦૦ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે. આ સમગ્ર કામગીરી કમિશનર સતિષ પટેલની સુચના અનુસાર કરવામાં આવી હતી. જો કે આ ૧૫ દુકાન રાતો રાત નથી બની પરંતુ અધિકારીઓની મિલીભગતને કારણે બની છે તેવી ચર્ચા નગરજનો કરી રહ્યા છે. આવી રીતે તો ઘણાં વિસ્તારોમાં ગેરકાયદે બાંધકોમો ખડકી દેવામાં આવે છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

વોર્ડ નંબર ૩ માં પત્રિકા વિતરણ

     લોકોમાં કચરા, સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના આશયથી વોર્ડ નંબર ૩ માં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. આ તકે સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષ જોષી (વોર્ડ નંબર ૩ ના નગરસેવક) પૂર્વ મેયર દિનેશ પટેલ, નગરસેવિકા અલ્કાબા જાડેજા, વોર્ડ પ્રમુખ અશ્વિન છાપિયા, મહામંત્રી પ્રવિણ અમૃતિયા, નરેન ગઢવી, ઉપપ્રમુખ નગીન ખિરસરીયા, નિશા અસ્વાર, હંસા ભંડેરી, વિક્રમસિંહ જાડેજા, સુભાષ ચંદારાણા વગેરે હાજર રહ્યા હતાં.

નવરાત્રિની સાદી ઉજવણી

     કોરોના મહામારીના કારણે સરકારે નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ મૂકયો હોય આ વર્ષે નાની બાળાઓ પણ ગરબે ધૂમી માતાજીની આરાધના કરી શકશે નહીં. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જુદાં જુદાં ગરબી મંડળો દ્વારા પરંપરાગત મંડપો બાંધવામાં આવ્યા છે. પરંતુ ત્યાં માતાજીની માત્ર સ્થાપના, પૂજા, અર્ચના જ કરવામાં આવી રહી છે. ગરબીઓ બંધ છે.

ધ્રોળ: દુષ્કર્મ મામલાના બે આરોપી તુરંત જ ઝડપાયા

     ધ્રોળના લૈયારા સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર)ની એક મહિલા કર્મચારી ધ્રોળથી પોતાના પતિ સાથે હરિપર ખાતે મંદિરે દર્શન ગયેલી ત્યારે બે શખ્સો તેના પતિના કબજામાંથી તેની પત્નીને ઉઠાવી ગયેલાં અને બાવળની ઝાડીમાં દુષ્કર્મ આચયું< હતું એવી પોલીસ ફરિયાદ પછી જામનગર એલસીબીએ ગણતરીના કલાકોમાં આ બંને આરોપીઓને પકડી લીધાનું જાહેર થયું છે.      આરોપીઓના નામો: કાદર (ઓઢિયો) ડફેર અઝરૂદીન ડફેર છે. આ શખ્સો ધ્રોળના જ રહેવાસી છે. પરણીતાનું બાઇકમાં અપહરણ થયેલું.      એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, બે પીએસઆઇ દેવમુરારી તથા ગોજિયાની ટીમના ભગીરથસિંહ, સંજયસિંહ, અશ્વિનભાઇ, ભરતભાઇ, નાનજીભાઇ વગેરેએ આ શખ્સોને તાકીદે ઝડપી પાડયા છે.

નવરાત્રિમાં ગરબાની ખરીદી

    જામનગરના શ્રધ્ધાળુઓએ પોતાના ઘરોમાં નવરાત્રિ નિમિતે માતાજીની ઘટ સ્થાપના માટે ગઇકાલે શનિવારે સુધી બજારમાંથી વિવિધ પ્રકારના ગરબાઓની ખરીદી કરી છે. જો કે આ વર્ષે નવરાત્રિ ઉજવણી પર પ્રતિબંધ હોવાના કારણે નગરજનોમાં નિરાશાનો માહોલ છે.

ગુજસીટોક હેઠળ ઝડપાયેલાં જામનગરના ૮ આરોપીઓના રિમાન્ડ

     જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલના કૌભાંડો સાથે સંકળાયેલાં કુલ ૮ શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા પછી, આ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે રાજકોટ રૂરલની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવેલાં.      ખાસ અદાલતે બિલ્ડર નિલેશ ટોલીયા, નગર સેવક (ભાજપા) અતુલ ભંડેરી, નિવૃત એએસઆઇ વશરામ મિયાત્રા, અખબાર સંચાલક પ્રવિણ ચોવટિયા, જમીનના ધંધાર્થી અનિલ પરમારના તા. ૨૯/૧૦/૨૦૨૦ સુધીના રિમાન્ડ અને બિલ્ડર પ્રફૂલ પોપટ, મુકેશ અભંગી, ફોરેકસ ધંધાથી જિગર આડતિયાના ૨૬/૧૦/૨૦૨૦ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.      ગુજસીટોક હેઠળ ઝડપાયેલાં અન્ય આરોપીઓના નામો:જશપાલસિંહ-યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સુનિલ ચાંગાણી, વી.એલ.માનસતા.