મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 26, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઉદ્યોગકારો-કારખાનેદારોનો અટલ વિશ્વાસ: દિનેશભાઈ ડાંગરિયાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ

  પ્રમુખપદ મોભો નહીં, જવાબદારી છે, સૌનાં સહયોગથી નિભાવીશ: દિનેશભાઈ ડાંગરિયા      બ્રાસસિટી જામનગરનાં અર્થતંત્રમાં દરેડ ઉદ્યોગનગર-ટુ અને ઉદ્યોગનગર-થ્રી નો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે. આ બંને ઉદ્યોગનગરોના મોટાં ઉદ્યોગકારોથી માંડીને નાનાં કારખાનેદારો જીઆઇડીસી પ્લોટ્સ એન્ડ શેડસ હોલ્ડર્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. આ સંગઠન ૧,૨૦૯ સભ્યો ધરાવે છે જે પૈકી મોટાભાગના ઉદ્યોગકારો અને કારખાનેદારો, એસો. નાં પ્રમુખ દિનેશભાઇ ડાંગરિયા પ્રત્યે અટલ વિશ્વાસ ધરાવે છે. આ અગાઉની ટર્મમાં પ્રમુખ તરીકેનાં તેમનાં કાર્યકાળ દરમિયાન હોદેદારોની સમગ્ર ટીમે દરેડ ઉદ્યોગનગરનાં કલ્યાણ અને વિકાસ માટે પુષ્કળ કામો કર્યા હોય, આ ઉપરાંત હાલમાં પણ આ ટીમ હસ્તક ઘણાં કામો ચાલુ હોય, તાજેતરની ચૂંટણીમાં મતદારોએ વધુ ત્રણ વર્ષ માટે દિનેશભાઇ ડાંગરિયાની પ્રગતિશીલ પેનલને ફરીથી સતા સોંપી છે. અને, કારોબારી સમિતિનાં ચૂંટાયેલા અન્ય ૨૦ સભ્યોએ એકઅવાજે અને આગ્રહ કરીને ફરી વખત પેનલનાં મોભી દિનેશભાઇ ડાંગરિયાને પ્રમુખપદનો તાજ પહેરાવ્યો છે.      જો કે, દિનેશભાઇ સ્પષ્ટવક્તાપણું ધરાવે છે, તેઓનાં મતે- પ્રમુખપદ મોભો નહીં, ...

ચિલ્ડ્રન હોમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના સાધનો વિકસાવવામાં આવ્યા

       જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકવીપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી જેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો  ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું.      આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્લેઇંગ ઇકવીપમેન્ટસ વિકસાવવામાં આવ્યા છે. જેથી કરીને ચિલ્ડ્રન હોમના બાળકો પણ પોતાના બાળપણનો રમતગમત થકી આનંદ માણી શકે. બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પણ ભાગ લેતા થાય તે દિશામાં પ્રવૃતિઓ કરવા માટે પણ જિલ્લા બાળ સુરક્ષા એકમને મેયર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા બદલ સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમનાં અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.      આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના જૂથનેતા  કુસુમબેન પંડયા, વ...

જામનગરના બિલ્ડર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

       જામનગરના જાણીતા બિલ્ડર ગાગીયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને જામનગર આહીર યુવા ગ્રુપના પ્રમુખ ભાવેશભાઈ ગાગીયા બાદશાહ ભાઈએ તેમના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી.      તેઓ દ્વારા જન્મદિવસ નિમિત્તે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને હોટલની મહેમાનગતિ માણવા લઈ ગયા.  એક હોટલમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા નાના બાળકોને લક્ઝરી ભોજન કરાવ્યું તેમ જ લક્ઝરી કારમાં બાળકોને લઈ ગયા અને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.      જામનગર શહેરમાં સ્લમ વિસ્તાર ધરાવતા દિગ્જામ સર્કલ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાંથી સૌથી વધુ બાળકોને ડેવલોપર અને બિલ્ડર ભાવેશભાઈ ગાગીયા બાદશાહ ભાઈ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ બાળકોને ફાઈવસ્ટાર હોટલમાં લઈ ભોજન કરાવ્યું હતું.  જામનગર શહેરમાં તમામ આશ્રમમાં પણ ભોજન સમારંભ યોજ્યો હતો તેમ જ અલગ અલગ ધર્મ સંસ્થાઓમાં પણ જમણવાર કર્યો હતો.

પેરોલ પર છૂટી નાસી ગયેલો આરોપી ઝડપાઈ ગયો

       જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક ભાગેડુ શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ ખૂનના ગુનામાં સંડોવાયેલો છે, જે પેરોલ પર છૂટ્યા પછી નાસતો ફરતો હતો.આ ગુનો જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. હીરેન અરજણ ચાવડા (રહે. વિકાસગૃહ રોડ, ગાંધી શોડા સોપ વાળી શેરી, ક્રિષ્ના મીલર, જામનગર) નામનાં આ શખ્સને એલસીબી નાં ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજિયાની તથા કાંટેલિયાની ટીમે શોધી કાઢ્યો છે. આરોપીના પેરોલ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પૂર્ણ થયેલ. ત્યારબાદ ફરાર હતો.

રોગચાળાગ્રસ્ત ગાયો માટે લાડુની સેવા

       હર હર મહાદેવ મિત્ર મંડળ, કૃષ્ણનગર દ્વારા હાલ ગાયો માં થતા લમ્પી રોગમાંથી મદદરૂપ થવાના આશયથી અઠવાડિયામાં બે વખત લાડુ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે 35 કિલો ના લાડુ થી શરૂઆત કરી આજે 1200 કિલો લાડુ બનાવવામાં આવ્યા જે લાડુ શહેરના દરેક વિસ્તારોમાં ગાયો સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

કાલાવડના મોટા વડાળામાંથી બોગસ તબીબ ઝડપાયો

       જામનગર SOG એ કાલાવડ તાલુકાના મોટા વડાળામાંથી એક બોગસ તબીબને ઝડપી લીધો છે. આ શખ્સનું નામ સુનિલ પટેલ જાહેર થયું છે, જે મેડિકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હોવાં છતાં દવાખાનું ચલાવતો હતો. સુનિલ ગોબર કથીરીયા નામનો આ શખ્સ રાજકોટની શિવ આરાધના સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાહેર થયું છે. તેનાં કબજામાંથી દવાખાનાં સંબંધી મુદામાલ મળી આવ્યો છે. પોલીસે તેનાં વિરૂધ્ધ કેસ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. SOG નાં ઇન્ચાર્જ પીઆઇ કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી.

કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી

       જામનગર કોર્પોરેશન દ્વારા વધુ એક વખત ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ૧૦૧ ઢોર પકડવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન ૧,૨૨૯ ઢોર પકડવામાં આવ્યા છે જે પૈકી ૭૪૫ પશુઓને અમદાવાદ ખાતે પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.      આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી વધુ આગળ વધારવામાં આવશે, ઢોર માલિકો વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશનમાં ત્રણ અધિકારીઓને સતા આપવામાં આવી છે.

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પ

       જામનગર જિલ્લામાં પ્રકૃતિપ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે.      દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ફૂલો વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ખીલે છે. વહેતા ઝરણા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ  વન વગડામાં ગુંજે છે.      આ બધાથી જામનગર જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવા વર્ગ પરિચિત થાય તે માટે જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નોર્મલ વિભાગના ડીસીએફ આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.  જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રેકીંગ ગોઠવવામાં આવ્યું હતું.  જેમાં ૬૦ જેટલા ટ્રેકર્સ જોડાયા હતા અને સ્થાનિક પ્રકૃ...

આયુર્વેદ યુનિવર્સીટીના પ્રથમ 5 તેજસ્વી વિધાર્થીઓ

       ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં (ઓક્ટોબર-2021) લેવાયેલ આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) પ્રથમ પ્રોફેશનલ વર્ષ, દ્વિતીય પ્રોફેશનલ અને તૃતીય પ્રોફેશનલ વર્ષની ફોરેનર્સ વિધાર્થીઓની કમ્બાઈંડ લેવાયેલી પરીક્ષાના જાહેર થયેલ પરિણામના અનુસંધાને અત્રે આપેલ વિગતો મુજબના વિધાર્થીઓ પ્રથમ પાંચ ક્રમાંક મેળવે છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2022, આયુર્વેદાચાર્ય ફર્સ્ટ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઠાકર ઝરણા વિજયભાઈ, બીજા ક્રમાંકે ગોંડલીયા પાયલ શૈલેષભાઇ, ત્રીજા ક્રમાંકે આનંદપરા આશના રવીનભાઈ, ચોથા ક્રમાંકે બારોટ આશા મયૂરકુમાર અને પાંચમા ક્રમાંકે શાહ પ્રિષા ફેનલ.      ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય સેકન્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ પરીક્ષિત રસિકકુમાર,  બીજા ક્રમાંકે બોડા પ્રિંસ કૃષ્ણકાંતભાઈ, ત્રીજા ક્રમાંકે મંસૂરી રુષદાહ નાસિરહુસેન, ચોથા ક્રમાંકે ભારતી ખુશી અનીલકુમાર અને  પાંચમાં ક્રમાંકે સંયુક્ત રીતે સોની દ્રષ્ટિ કેયુરકુમાર અને ઝાલા જયદીપસિંહ પ્રદીપસિંહ આ પાંચ વિધાર્થીઓએ બીજા વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા ...

ઓબીસી અનામત અંગે આયોગ સમક્ષ રજૂઆત

       તાજેતરમાં  સુપ્રીમકોર્ટ  માં ઓબીસી સમાજ ની રાજકીય અનામત બાબતે થયેલી અરજીમાં  સુપ્રીમ કોર્ટે ગૂજરાત સરકાર ને આપેલ આદેશ અનુસાર ગૂજરાત સરકારે વરિષ્ઠ ભૂતપૂર્વ હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ કે.એસ ઝવેરીના  વડપણમાં સમર્પિત  આયોગ ની રચના કરી છે.      જે અનુસંધાને આયોગ દ્વારા અખબારો માં જાહેખબર આપી  ઓબીસી સમાજ ના આગેવાનો,રાજકીય આગેવાનો પાસે થી લેખીતમાં વાંધાસૂચનો જે તે જિલ્લા ના અધિક કલેકટરો ને લેખીત માં આપવા જણાવવામા આવ્યું હતું.જે સૂચન બાદ ગુરુવારે રાજકોટ કલેકટર કચેરી ખાતે રૂબરૂ સૂચનો  સાંભળવા માટે સમર્પિત આયોગ ના ચેરમેન કે એસ ઝવેરી  તેમજ આયોગ ના સભ્યો સાથે ઓબીસી એકતા પરિષદના સ્થાપક  વેરશીભાઈ ગઢવી,જિલ્લા કોંગ્રસના પ્રમુખ  જીવણભાઈ કુંભરવડિયા,ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ  હારૂન પલેજાએ ઓબીસી સમાજ વતી  સ્થાનિક સ્વરાજય જેવી કે મહાનગપાલિકાઓમાં, નગરાલિકાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના દરેક હોદાઓ ઉપર તેમજ ગ્રામપંચાયત માં ઉપસરપંચ ના હોદા માટે ઓબીસી સમાજ ને અનામત આપવા માટે તેમજ ઓબીસી સમા...

મોરમ-મેટલના કામો માટે ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

  ફાઇલ ફોટો       જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનિષ કટારિયા નાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોરમ-મેટલનાં કામો કરવા માટે જુદાં જુદાં વોર્ડ માટે કમિશ્નરની દરખાસ્ત મુજબ ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત કોર્પોરેશનની શહેરમાં આવેલી સોલિડ વેસ્ટ વિભાગ હેઠળની વિવિધ ઈમારતોમાં સફાઈ સહિતની કામગીરી માટે રૂ. ૨૪ લાખનાં ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

નગરસેવિકા દ્વારા વધુ એક વખત આવેદનપત્ર

       જામનગરનાં નગરસેવિકા રચનાબેન નંદાણિયા દ્વારા ગુરુવારે કોર્પોરેશનમાં મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બેડા સરઘસ યોજવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર ચારમાં હાથણી નામે ઓળખાતા નગરસીમ વિસ્તારોમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. એ જ રીતે કોર્પોરેશન ની વિવિધ આવાસ યોજનાઓમાં પણ સેંકડો લોકો જુદાજુદા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ICDS અધિકારી અને ટેક્સ અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.