મુખ્ય સામગ્રી પર જાઓ

ઉદ્યોગકારો-કારખાનેદારોનો અટલ વિશ્વાસ: દિનેશભાઈ ડાંગરિયાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ

 

પ્રમુખપદ મોભો નહીં, જવાબદારી છે, સૌનાં સહયોગથી નિભાવીશ: દિનેશભાઈ ડાંગરિયા

    બ્રાસસિટી જામનગરનાં અર્થતંત્રમાં દરેડ ઉદ્યોગનગર-ટુ અને ઉદ્યોગનગર-થ્રી નો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે. આ બંને ઉદ્યોગનગરોના મોટાં ઉદ્યોગકારોથી માંડીને નાનાં કારખાનેદારો જીઆઇડીસી પ્લોટ્સ એન્ડ શેડસ હોલ્ડર્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. આ સંગઠન ૧,૨૦૯ સભ્યો ધરાવે છે જે પૈકી મોટાભાગના ઉદ્યોગકારો અને કારખાનેદારો, એસો. નાં પ્રમુખ દિનેશભાઇ ડાંગરિયા પ્રત્યે અટલ વિશ્વાસ ધરાવે છે. આ અગાઉની ટર્મમાં પ્રમુખ તરીકેનાં તેમનાં કાર્યકાળ દરમિયાન હોદેદારોની સમગ્ર ટીમે દરેડ ઉદ્યોગનગરનાં કલ્યાણ અને વિકાસ માટે પુષ્કળ કામો કર્યા હોય, આ ઉપરાંત હાલમાં પણ આ ટીમ હસ્તક ઘણાં કામો ચાલુ હોય, તાજેતરની ચૂંટણીમાં મતદારોએ વધુ ત્રણ વર્ષ માટે દિનેશભાઇ ડાંગરિયાની પ્રગતિશીલ પેનલને ફરીથી સતા સોંપી છે. અને, કારોબારી સમિતિનાં ચૂંટાયેલા અન્ય ૨૦ સભ્યોએ એકઅવાજે અને આગ્રહ કરીને ફરી વખત પેનલનાં મોભી દિનેશભાઇ ડાંગરિયાને પ્રમુખપદનો તાજ પહેરાવ્યો છે.

    જો કે, દિનેશભાઇ સ્પષ્ટવક્તાપણું ધરાવે છે, તેઓનાં મતે- પ્રમુખપદ મોભો નહીં, જવાબદારી છે. સૌનાં સહયોગથી આ જવાબદારી નિભાવીશ. અમારી ટીમના પ્રત્યેક સભ્યો (કારોબારી મેમ્બર્સ) કામ કરવામાં માને છે. આગામી ત્રણ વર્ષ દરમિયાન પણ અમારી ટીમ ઉદ્યોગકારો અને કારખાનેદારોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ રહેશે.

    ગત્ ૧૪ ઓગસ્ટે યોજાયેલી આ એસોસિએશનની ચૂંટણીમાં વિકાસલક્ષિત પેનલ (વિષ્ણુભાઈ પટેલ - પાંભર)ને જબ્બર પછડાટ આપી, સડસડાટ વિજય હાંસલ કરનાર દિનેશભાઇ ડાંગરિયાની સમગ્ર પેનલનાં ૨૧ ઉમેદવારોને મળેલાં કિંમતી મતો ભરોસાનુ પ્રતિક છે. પ્રગતિશીલ પેનલ ઉદ્યોગકારો અને કારખાનેદારોલક્ષી અસંખ્ય કામોની જમામૂડી ધરાવે છે. પ્રગતિશીલ પેનલ વતી લડેલા ઉમેદવારો પૈકી સૌથી વધુ મત તુલસીભાઈ મુંગરા (૬૩૬) ને ફાળે ગયા છે. આ ઉપરાંત રાજેશભાઈ ચોવટીયા અને ગોકળભાઇ રામાણીએ ૬૧૬ મતો અંકે કર્યા હતાં. પરંતુ તમામ ૨૦ વિજયી ઉમેદવારોએ દિનેશભાઇ ડાંગરિયાની નિવડેલી નેતાગીરીમાં વધુ એક વખત વિશ્વાસ વ્યક્ત કરી પ્રમુખપદ તેઓને સહર્ષ અર્પણ કર્યું છે. દિનેશભાઈએ સૌનાં કામો કરવા માટે જ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક સ્વીકારી લીધી છે. આ લેખની અંદર આપણે દિનેશભાઇ ડાંગરિયાની ટીમે પાછલાં ત્રણ વર્ષ દરમિયાન કરેલાં અનેકવિધ કામો, હાલમાં ચાલી રહેલાં અને આગામી સમયમાં પૂર્ણ થનારાં કામો તથા નજીકનાં ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારાં વિવિધ કામોની ઝલક નિહાળીશું . નેતા તરીકે દિનેશભાઇની ક્વોલિટી એ પણ છે કે તેઓ નાનામાં નાના કારખાનેદારોની મૂંઝવણને દિલથી ઉકેલવાની નિષ્ઠા અને ઝનૂન તો ધરાવે જ છે, સાથેસાથે સાંસદ - ધારાસભ્યો - મેયર તથા કમિશનર સહિતના સૌ મહાનુભાવોને પણ પ્રત્યેક કામમાં વિશ્વાસમાં લઈ આગળ વધે છે. આ ઉપરાંત ફેક્ટરી ઓનર્સ એસો. તથા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા લઘુ ઉદ્યોગ ભારતી જેવી સંસ્થાઓ સાથે પણ તેઓ હંમેશા સંકલન અને સંવાદની નીતિ અખત્યાર કરી સફળતા સુધી પહોંચે છે. તેઓની આ વિશેષતા અને સરળ પ્રકૃતિ સૌને આકર્ષે છે.

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલાં મહત્વનાં કામોની ઝલક

    દરેડ ઉદ્યોગનગર ફેસ-થ્રી નાં ૧,૩૬૫ પ્લોટધારકોનો એલઆરસી નો પ્રશ્ન ખૂબ જ ગૂંચવાયેલો અને મોટી રકમનો મામલો હતો. જીઆઇડીસી એ આ પ્લોટધારકોને વ્યાજસહિત રૂ. ૨૫૬ કરોડ ભરવા નોટિસો ફટકારી હતી. આ મુદ્દે દિનેશભાઇ ડાંગરિયાની ટીમે સ્વખર્ચે ૩૦ થી વધુ વખત ગાંધીનગરની મુલાકાત લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ઉદ્યોગકારોને રૂ. ૨૦૦ કરોડની રાહત અપાવી હતી. જેને પરિણામે ઉદ્યોગકારો મોટાં ભારણમાંથી છૂટકારો મેળવી શક્યા.

    ફેસ-થ્રી ઉદ્યોગનગરનાં કોમન પ્લોટ નં. ૧ અને ૩ પાસે ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલ માટે બે વિશાળ સમ્પ બનાવવામાં આવ્યા છે. ઉદ્યોગોમાં પાણીનો વપરાશ વધતાં આ જરૂરિયાત ઉભી થઈ હતી. આ સમ્પમાં ૯૦ મિમી પાઈપલાઈનની જગ્યાએ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાનમાં રાખી ૨૫૦ મિમી ની પાઈપલાઈન લગાવી, સમ્પની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

    ફેસ-થ્રી ઉદ્યોગનગરનાં ઘણાં કારખાનાઓમાં ચોમાસામાં પાણી ભરાઇ જવાથી કારખાનેદારોને આર્થિક નુકસાની સહન કરવી પડતી હતી. રોડ- એ વિસ્તારમાં આ વરસાદી પાણીના નિકાલ માટે ૧,૨૦૦ મિમીની પાઈપલાઈન જીઆઇડીસી હસ્તક બેસાડી આ કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં આવ્યો છે.

    આ ઉપરાંત ફેસ-ટુ અને ફેસ-થ્રી ઉદ્યોગનગરનાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં હતાં ત્યારે મુખ્ય તમામ માર્ગોને ગયા વર્ષે પેચવર્ક તથા સિલકોટ દ્વારા સલામત સ્તરે લઈ જવામાં આવ્યા હતાં.

    ઉદ્યોગકારોનાં વિશાળ હિતાર્થે જાન્યુઆરી-૨૦૨૦ માં તથા ૨૦૨૨ માં એસો. દ્વારા વિશાળ ઔદ્યોગિક ટેક ફેસ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    બંને ઉદ્યોગનગરોના માર્ગો પર આવેલી ૧,૪૦૦ જેટલી સ્ટ્રીટલાઈટ ચાલુ કરાવવા, રેગ્યુલર મેન્ટેનન્સ અને રીપેરીંગ સહિતની કામગીરી કાયમી ધોરણે શરૂ કરાવવામાં આવી છે.

    બંને ઉદ્યોગનગરોના ૪૮ કોમનપ્લોટ પૈકી ૩૦ પ્લોટમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે, આ અંગે જીઆઇડીસી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે, આ પ્લોટમાં કચરો ફેંકવાની મનાઈ ફરમાવવામાં આવી છે, સફાઈ અને લેવલીંગ ઉપરાંત ફેન્સિંગની કામગીરી કરવામાં આવી છે અને આ પ્લોટસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પ્લોટસમાં ૫,૫૦૦ વૃક્ષ અને જાહેર માર્ગો પર ૩,૫૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા છે અને પ્લોટસમાં ટપક પદ્ધતિથી વૃક્ષોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રત્યેક વૃક્ષનાં ઉછેર માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

    ફેસ-ટુ ઉદ્યોગનગરમાં પિવાના પાણીનો પ્રશ્ન હતો. લાઈન વારંવાર ડેમેજ થવાથી મેન્ટેનન્સ વધુ આવતું હતું તે દૂર કરવા નર્મદાનાં પાણી માટે નવી લાઈન પાથરવામાં આવી છે. આ માટેનું ટેન્ડર રૂ. ૨૦ લાખનું આવ્યું હતું પરંતુ એસો. ની દેખરેખ હેઠળ રૂ. ૧૦ લાખમાં આ કામ પૂર્ણ કરાવી રૂ. ૧૦ લાખની બચત કરવામાં આવી હતી. ફેસ-ટુ ઉદ્યોગનગરમાં સફાઈ કામગીરી માટે ૪ ઝોન બનાવવામાં આવ્યા છે. એ જ રીતે ફેસ-થ્રીમાં સફાઈ માટે પાંચ ઝોન બનાવવામાં આવ્યા છે અને બંને ઉદ્યોગનગરોમાં દર બે દિવસે સફાઈ કામગીરી કરાવવામાં આવી રહી છે. ડોર-ટુ-ડોર ગારબેજ કલેક્શન અને ગટર સફાઇ નિયમિત કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉદ્યોગનગરમાં પાવર સપ્લાય અને વીજબિલ ભરવા માટેનાં પ્રશ્નો હતાં તે નિવારવા માટે વીજ સબડિવિઝન શરૂ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગકારો માટે મહત્વની એવી ટુ આર પરમિશન અને લીઝ ડીડ માટેની સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. બંને ઉદ્યોગનગરોના તમામ મેમ્બરની ડિરેક્ટરી બનાવવામાં આવી છે જેને કારણે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ઉદ્યોગકારોને પોતાના વ્યવસાયમાં વિકાસ માટેની વિશાળ તકો ઉપલબ્ધ થઈ શકે છે.

    એસોસિએશન દ્વારા કોમનપ્લોટ નં ૩૪૮૧ માં વરસાદી પાણી દ્વારા બોર રિચાર્જ કરવામાં આવ્યા છે. એસો. ઓફિસમાં એ રીતે કૂવો રિચાર્જ કરવામાં આવે છે. હવે દરેક કોમનપ્લોટમાં બોર રિચાર્જ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોરોનાકાળ દરમિયાન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જામનગરમાં એસો. દ્વારા કામદારો તથા ઉદ્યોગકારો માટે પાસ પ્રથા શરૂ કરવામાં આવી હતી અને એ રીતે ઉદ્યોગનગર ચાલુ રાખવામાં આવ્યું હતું. આ કામ માટે ચેમ્બર ઓફ કોમર્સ અને ફેકટરી ઓનર્સ એસો. નો પણ સહયોગ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એસો. દ્વારા પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનાં વીજપ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. એસો. હોલ ખાતે કોરોના વેક્સિન માટેનાં કેમ્પની વ્યવસ્થા અને સર્વે સભ્યોને વોટ્સએપ મારફતે જાણકારી વગેરે વ્યવસ્થા કરવામાં આવી હતી.

   જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનારાં મહત્વના કામો.....

    એસોસિએશનનાં પ્રમુખ દિનેશભાઇ ડાંગરિયાએ અંજલિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં બંને ઉદ્યોગનગરોમાં ટ્રાફિકની સમસ્યાનો ઉપાય લાવવા માટે તમામ મુખ્ય પોઈન્ટ પર સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવશે. આ માટે સિક્યોરિટી એજન્સીની સેવા લેવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગનગરમાં જીઆઇડીસી નાં સહયોગથી સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવશે.

    ઉદ્યોગનગરમાં ઘણાં ઉદ્યોગ સંલગ્ન પ્લોટમાં કોમર્શિયલ પ્રવૃતિઓ થતી હોય આ સમગ્ર વિષયનાં નિરાકરણ માટે નક્કર પગલાં લેવામાં આવશે અને આ મેટરને રેગ્યુલરાઈઝડ કરવામાં આવશે. અને એ રીતે, સમગ્ર વિષયનું કાયમી નિરાકરણ કરવામાં આવશે.

    ફેક્ટરી એક્ટ અને પ્રોવિડન્ટ ફંડના એકટ હેઠળ જામનગરમાં ૧૦ થી વધુ કામદારો ધરાવતાં એકમોની નોંધણી કરવામાં આવે છે અને આ વિભાગોનાં અધિકારીઓ ઉદ્યોગકારોને કનડે છે. ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં આ નોંધણી માટે કામદારોની મર્યાદા ૪૦ છે. આથી ગુજરાતમાં પણ આ વ્યવસ્થા થાય તે માટે યોગ્ય કક્ષાએ અસરકારક લેખિત રજૂઆતો કરવામાં આવશે.

    ઉદ્યોગનગરમાં રેસીડેન્ટ ઝોનનાં ત્રણેય સર્કલ ઉદ્યોગકારોનાં સહયોગથી, જાહેર હરાજીના માધ્યમથી ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ કોમન પ્લોટમાં દબાણો દૂર કરવામાં આવશે, અને એસોસિએશનની પધ્ધતિથી ત્યાં વૃક્ષારોપણ અને ફેન્સિંગ સહિતના કામો હાથ ધરવામાં આવશે.

    આ ઉપરાંત, બ્રાસ ઉદ્યોગનાં સંપૂર્ણ અને અદભૂત વિકાસ માટે મેટાલેબ, કામદારો માટે સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, બ્રાસ ગેલેરી, લાઈબ્રેરી વગેરેનાં નિર્માણથી સમગ્ર ઉદ્યોગને ખરાં અર્થમાં ગ્લોબલ બનાવવા પ્લોટ નં. ૩૭૪૯/૫૦ માં આ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ સાથે જ એસોસિયેશનના ઓફિસ સંકુલમાં કોમન ફેસિલિટી સેન્ટર વિકસાવવામાં આવશે.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...