મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 29, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

     જામનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વધુ એક વખત સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાવવાની માંગ, ટેકાના ભાવે કપાસની ખરીદી કરવી, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભોજના પ્રમાણ અંગે સૂચનો, ગામડાંઓમાં રખડતાં પશુઓ માટે વ્યવસ્થા કરવી, ખેતર-મકાનો માટે ખેડૂતો માટી-રેતી મેળવી શકે તે માટેની વ્યવસ્થા-ડિજિટલ યુવા છતાં ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, ગૌશાળાના ડીમોલીશનના બદલે કાયમી ભાડાકરાર કરી આપેવો, ગૌશાળાની ગાયો તથા ખેતીમાં જોડાતા બળદો માટે નિભાવ ખર્ચ, પાંજરાપોળની સહાય યોજનામાં જમીન મર્યાદા હટાવવી વગેરે મુદ્‌ાઓ અંગે પ્રમુખ રજનિશ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ આવેદન પાઠવ્યું છે.

કોર્પોરેશન દ્વારા ડીમોલીશન

     જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કમિશનરની સૂચના તથા કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન પ્રમાણે રણજિતસાગર રોડ પરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ૪ વિશાળ દુકાનોનું ડીમોલીશન કયું< છે. આ દુકાનો ૧૬૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં ખડકવામાં આવેલી. દુકાનોના નિર્માણ માટે કોર્પોરેશનમાંથી કોઇ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના, પાકાં પથ્થરોથી આ બાંધકામ કરવામાં આવેલું. આ કાર્યવાહીમાં એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતાં.      જામનગરમાં એસ્ટેટ શાખા સક્રિય દેખાઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં જલારામનગર (ગુરૂદ્વારા-સાત રસ્તા રોડ) સહિતના ગેરકાયદે બાંધકામો (કોર્ટમાં જીત્યા પછી પણ) હટશે કે કેમ? તે મુદે્ લોકોમાં ચર્ચા છે.

સંક્ષિપ્ત સમાચાર

જામનગરમાં ઓમ ટે્રનિંગ હસ્તકના દિવ્યાંગ બાળકોએ પાંચેક હજારથી વધુ (માટીના) દીવડાંઓ બનાવ્યા છે. આ દીવડાંઓના વેચાણની રકમ દિવ્યાંગ બાળકો પાછળ ખર્ચ કરવામાં આવશે. લોકો પાસેથી ખરીદી સહયોગ આપી શકે છે. હાલારના ૪૦૦૦ વેપારીઓને વેટ આકારણીની નોટિસો આપવામાં આવી છે. જે કુલ વેપારીઓ પૈકી ૩૦ ટકા છે: તંત્રએ નોટિસો આપતાં દિવાળી ટાંણે વેપારીઓમાં નારાજગી જોવા મળે છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કુલ ૩૯૬ ખેડૂતોને ટે્રકટર ખરીદી માટે સરકાર દ્વારા કુલ રૂપિયા ૧૬૬ લાખની સબસિડી આપવામાં આવી. પ્રત્યેક ખેડૂતને ટ્રેકટર માટે રૂપિયા ૪૦ હજારની સબસિડી મળે છે. જામનગરના હાપા યાર્ડમાં ખૂલ્લી બજારમાં ખેડૂતોને મગફળીના પ્રતિમણ રૂપિયા ૧૪૦૦ સુધીનો ભાવ મળ્યો છે: ટેકાના ભાવ કરતાં રૂપિયા ૪૨૫ વધુ મળ્યા છે. જામનગર જિલ્લામાં બીજા દિવસે ટેકાભાવે મગફળી વેચવા માત્ર ૧૨૭ ખેડૂતો આવ્યા. જામનગરમાં જમીન માફિયાગીરી કેસમાં બુધવારે વધુ એક આરોપી યશપાલસિંહ જાડેજા પોલીસ સમક્ષ સરેન્ડર: બીજાં આરોપી જશપાલસિંહ જાડેજાનો જેલમાંથી કબજો લીધો.