મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 5, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

૨૩ મી થી અદાલતો શરૂ થઇ શકે

     ગુજરાતની હાઇકોર્ટે રાજ્યમાં ૨૩ ઓકટોબર થી નીચલી અદાલતો (સબઓર્ડિનેટ) શરૂ કરવા મંજૂરી આપી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટ તથા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી અદાલતો ૨૩ મી ઓકટોબરથી અગાઉની માફક ફીઝીકલ કાર્યરત થઇ શકશે. જો કે તે માટે કોરોના અંગેની  SOP  (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર)નું સૌએ પાલન કરવાનું રહેશે. સંબંધિત અદાલતોમાં પેન્ડીંઘ કસોના નંબર (ક્રમ) પ્રિન્સિપલ જ્યુડીશ્યલ ઓફિસર નક્કી કરશે.      દરેક કોર્ટમાં કોરોના સંબંધી સૂચનાઓના પાલન માટે પ્રત્યેક ડીસ્ટ્રીકટ કોર્ટમાં એક કોવિડ ઓફિસરની નિયુકિત કરવાની રહેશે. કોર્ટ સંકુલમાં માત્ર એક જ દરવાજો ખોલી શકાશે. કોર્ટની કામગીરી સવારે ૧૦:૪૫ થી બપોરના ૪ વાગ્યા સુધી નિર્ધારીત કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે પ્રવેશબંધી. કોર્ટમાં એટીએમ હોય તો બંધ રાખવા પડશે.

સંક્ષિપ્ત સમાચાર

ગુજરાત સરકારે થોડાં સપ્તાહો પહેલાં ઠરાવ પસાર કરી રાજ્યમાં મહાપાલિકા-નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી નવેમ્બરના બદલે ફેબ્રુઆરી સુધી પાછી ઠેલી હતી. સરકારના આ ઠરાવને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિર્ણયને પણ તદ્‌ન ગેરકાયદે-અન્યાયી લેખાવવામાં આવ્યો છે. તાજેતરમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઇ છે, તો સ્થાનિક ચૂંટણીઓ પર પ્રતિબંધ શા માટે? તેવો પ્રશ્ન પૂછાયો છે. રાજકોટમાં ૩૦૦ નેપાળી (વિદેશીઓ)ના આધારકાર્ડ કોઇ જ પુરાવા વિના બની ગયા: મામલો જાહેર થઇ જતાં જનસુવિધા કેન્દ્રના બે સંચાલક પ્રકાશ મારવિયા, સાગર રાણપરાની ધરપકડ: કોર્પોરેટરો નાગરિકોના ઓળખના દાખલા નાગરિકોને જોયા વિના જ કાઢી આપે છે. અમેરિકામાં બાઇડન જિતશે તો પાંચ લાખ ગુજરાતીઓને ત્યાંની નાગરિકતા મળવા સંભવ: ટ્રમ્પની વિદેશનનીતિથી ભારતીયો નારાજ છે. ફ્રાંન્સથી નીકળ્યા પછી ૩ રાફેલ યુધ્ધવિમાન ગઇરાત્રે જામનગર એરબેઝ આવી પહોંચ્યા હતાં. આજે સવારે આ વિમાનો ઇંધણ ભરી અંબાલા એરબેઝ જવા રવાના થયા છે. ગુજરાતમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ ૯ થી ૧૨) દિવાળી પછી શરૂ કરવા સરકારનો નિર્ણય: બુધવારે રાજ્યના પ્રધાનમંડળમાં આ નિર્ણય લ...