મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 16, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

છોટી કાશી જામનગરનાં વિવિધ શિવાલયોમાં ભગવાન શિવજીની ભક્તિ અને શણગાર

     શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગઈકાલે છોટી કાશી જામનગરનાં વિવિધ શિવાલયોમાં ભક્તોએ મોટી સંખ્યામાં પૂજા અર્ચના અને દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. વિવિધ શિવાલયોમાં જુદાં જુદાં પ્રકારનાં શણગાર યોજવામાં આવ્યા હતાં. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરે તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.      ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ તિરંગાના શણગાર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ધનબાઈ નાં ડેલા પાસે આવેલા, ચારણફળીમાં શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર માં પણ તિરંગાની થીમ પર શણગાર યોજવામાં આવ્યાં હતાં.      શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે દરેક ધ્વજાની સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર તથા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પણ સોમવાર નિમિત્તે વિવિધ શણગાર કરવામાં આવ્યાં હતાં. સોમવારે હજારો શિવભક્તોએ શણગાર દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. અને, હર હર મહાદેવ હર નો જયઘોષ કર્યો હતો.  

બોળચોથ નિમિત્તે ગાય- વાછરડાનું પૂજન કરતાં મહિલાઓ

     શ્રાવણ વદ ચોથનો દિવસ હિન્દુ પંચાંગ પ્રમાણે, આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બોળચોથ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સેંકડો શ્રદ્ધાળુ મહિલાઓ શિવાલયો ખાતે તથા શેરીઓમાં ગાય તથા વાછરડાનું પૂજન કરે છે અને ઘઉં સિવાયની ચીજો ખાસ કરીને બાજરાનો બંધાવેલો ખોરાક ગ્રહણ કરી એકટાણું કરે છે.  

મેંગોપીપલ પરીવાર દ્વારા દીકરીઓને સેનેટરી પેડ તથા અન્ડ ર ગારમેન્ટનું વિતરણ

     તાજેતરમાં મેંગોપીપલ પરીવાર દ્વારા કીયારાના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવેલ. તેમના દાદા દ્વારા પૌત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જરુરીયાતમંદ ૮૦થી વધુ દીકરીઓને સેનેટરીપેડ તથા અન્ડરગાર્મેન્ટ નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દરેક દીકરીઓને અનલીમીટેડ સાઉથ ઇન્ડિયન નાસ્તાની પણ મજા કરાવવામાં આવી હતી.      આ સતકર્મમાં મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રુપલબેન રાઠોડ, ઉષાબેન રાવત તથા પરેશભાઈ શેઠે જહેમત ઉઠાવી હતી.      મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ, જામનગર અને વાંકાનેરની જરૂરીયાતમંદ બહેનો દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ સતકર્મના પાંચમા વર્ષમાં મંગલપ્રવેશથી દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડની સાથે સાથે નિ:શુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ અપાઇ રહ્યા છે.      આ સેવાકીય સતકર્મની વધુ માહિતી માટે અને આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ (મો.૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.  

ભાજપા દ્વારા પ્રભાતફેરી યોજવામાં આવી

     આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન વોર્ડ નંબર ૨ અને ૫ ની સંયુકત પ્રભાત ફેરી ગુરુ દત્તાત્રેય ના મંદિરે થી સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ સુધી યોજવામાં આવી હતી. આ પ્રભાત ફેરી મા સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, પવનહંસના ડાયરેક્ટર- પૂર્વ મેયર અમીબેન પરીખ, કોર્પોરેટરો, પ્રમુખ અને મહામંત્રીઓ અને સંગઠનના લોકો હાજર રહ્યા હતાં.

જામનગર જિલ્લા જેલમાં ધ્વજવંદન

     જામનગર જિલ્લા "જેલ” ખાતે જેલ અધિક્ષક એમ.જી.રબારી તેમજ જેલર એન.કે.ઝાલાની રાહેબરી હેઠળ ધ્વજાવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં જેલનાં પોલીસકર્મીઓ, સ્ટાફ તેમજ કુલ ૫૮૭ કેદીઓ જોડાયા હતાં જેમાં ૧૮ મહિલા કેદીઓનો પણ સમાવેશ થતો હતો.  

સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સ્વાતંર્ત્ય પર્વની ઉજવણી

     જામનગર શહેરમાં આવેલ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૬મા સ્વાતંર્ત્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.      શાળાના આચાર્યા ડૉ. બીનાબેન દવેએ પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને મામલતદાર જાનવીબા જાડેજાની તાજેતરમાં બદલી થતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતમાં શાળાના આચાર્યા એ આભારવિધિ કરી હતી. અને મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતા.  

ચાંદીબજારમાં મેયરના હસ્તે ધ્વજવંદન

     જામનગરનાં ચાંદીબજાર ચોકમાં ગઈકાલે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે મેયર બિનાબેન કોઠારીનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કમિશનર વિજયકુમાર ખરાડી અને ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ જોડાયા હતાં.      આ કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી. ફળદુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, પૂર્વ ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ તથા ભાજપાનાં અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. અને મેયરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.  

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંર્ત્ય પર્વની પૂર્વસંધ્યાએ સંગીત સંધ્યા યોજાઇ

     જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૬ મા સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રે ૮:૩૦ વાગ્યે ચાંદી બજાર ચોક વોર્ડ નંબર ૯ ખાતે દેશભક્તિ ગીત સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.      આ સંગીત સંધ્યા જામનગરના રાજ રાણાની પાર્ટી અને સાથી કલાકારો દ્વારા દેશભક્તિ ની થીમ પર વિવિધ ગાયન રજૂ કરવામાં આવ્યા હતા મેરા રંગ દે બસંતી ચોલા તેમજ મેરે દેશ કી ધરતી જેવા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાળ કલાકારો દ્વારા દેશભક્તિ વિષયક વકતૃત્વ આપવામાં આવ્યું હતું.       આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી.ફળદુ , ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા , ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોરાણી, કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો જામનગર શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ...