જામનગર શહેરમાં આવેલ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૬મા સ્વાતંર્ત્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
શાળાના આચાર્યા ડૉ. બીનાબેન દવેએ પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને મામલતદાર જાનવીબા જાડેજાની તાજેતરમાં બદલી થતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતમાં શાળાના આચાર્યા એ આભારવિધિ કરી હતી. અને મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો