મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 19, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

જામનગરના સેન્ટ્રલ બેંક રોડ પર રવિવારે રાત્રે એક બાઇક અચાનક સળગી ગયું: લોકોએ આ આગને કાબૂમાં લીધી હતી જામનગર શનિવારે પ્રથમ નોરતે દેવુભાના ચોકમાં નવદુર્ગા ગરબી મંડળ, કરશન ભાઇના ચોકમાં બહુચરાજી ગરબી મંડળ, ચામુંડા ગરબી મંડળ, મારૂ કંસારા હોલ નજીક શ્રી વલ્લભી સંપ્રદાયની ગરબી, શ્રી રાંદલ અંબિકા ગરબી ખાતે પૂજા, પ્રાર્થના તથા પ્રતિકાત્મક રીતે બાળાઓએ એક રાસ લીધો હતો. શનિવારે પ્રથમ નોરતે જામનગરમાં ગાયત્રી રાસગરબી મંડળ, અંબિકા કુમારિકા ગરબી મંડળ, ભારત માતા આદર્શ ગરબી મંડળ વગેરે સ્થળોએ માતાજીની પૂજા, અર્ચના કરવામાં આવી તથા નાની બાળોઓ ગરબે ધૂમી હતી જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ટોલ નાકા માટેનું પ્રતિબંધાત્મક જાહેરનામું. મુદત લંબાવીને તા. ૧૦ ડિસેમ્બર સુધી લાગુ પાડવામાં આવ્યું છે. અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૭૦૦૦૦ કેસ: સ્લોવાકિયા દેશમાં પ્રધાનમંત્રીએ માસ ટેસ્ટીંગની જાહેરાત કરી: ભારતમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, ફેબ્રુઆરી બાદ નાબૂદ થશે કોરોના, શિયાળાના અઢી મહિના ગંભીર બની શકે છે, દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થવાનો સરકારનો હવે એકરાર, દેશમાં કેસનો આંકડો ૭૫ લાખ થઇ ગયો છે. રાજકોટ, બાબરા, ગોંડલ, મ...

જુવાનપુરમાં સમીક્ષા બેઠક

     દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામને આદર્શ ગ્રામ યોજના હેઠળ ૨૦૧૮ માં મોડેલ વિલેજ જાહેર કરવામાં આવેલું. ૧૭ મી ઓકટોબરે સાંસદના અધ્યક્ષસ્થાને આ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી.      આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ કામોમાં અત્યાર સુધીમાં થયેલી પ્રગતિની નોંધો આપી.      ગ્રામજનોએ એવા સૂચનો કર્યા કે, ગામમાં પીએચસી સેન્ટર, પશુઓ માટે પશુ ડોકટર, હોસ્પિટલ, એમ્બ્યૂલન્સ, સ્મશાનનો રસ્તો બનાવવાની તથા સ્મશાનમાં બેસવાની જગ્યાની વ્યવસ્થા કરવાની જરૂર છે.      સાંસદે સરપંચને ઘન કચરાના નિકાલ, પિવાના પાણીની ઘરે ઘરે સુવિધા, લાઇબ્રેરી તથા એક નાનો બગીચો બનાવવા અંગે સૂચનાઓ આપી.      આ બેઠકમાં કલેકટર એન.કે. મીના, ડીડીઓ ડી.જે. જાડેજા અન્ય અધિકારીઓ જોડાયા હતાં.

ભાડથર: સાંસદ આદર્શ ગ્રામ

     સાંસદ પૂનમબેન માડમએ આ ટર્મમાં આદર્શ ગ્રામ તરીકે કાલાવડનું તથા ખંભાળિયાનું ભાડથર પસંદ કર્યા છે. ૧૬ ઓકટોબરે માળખાકીય સુવિધાઓ માટે ભાડથર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલી. આ પસંદગીમાં સામાન્ય રીતે ૩૦૦૦ થી ૫૦૦૦ ની વસતિ ધરાવતાં ગામની પસંદગી કરવાની હોય છે.      આ યોજનામાં સાંસદ ગ્રામ પંચાયત વિસ્તારને દત્તકલ્યે છે અને તે ગામમાં માળખાકીય, સામાજિક વિકાસના કામો કરવામાં આવે છે. આ ગામોના કામોનો વિગતવાર પ્રોજેકટ તૈયાર થાય છે બાદમાં રાજ્ય સરકાર દ્વારા આ ગામમાં જરૂરી કામો હાથ ધરવામાં આવે છે.      શિક્ષણ, આરોગ્ય, પાણી, રસ્તાઓ, સ્મશાન સુવિધા, સ્ટ્રીટલાઇટ, કોઝવે, ઘન કચરાનો નિકાલ, ખેતીવાડી, યોગ, પશુપાલન વગેરે ક્ષેત્રની કામગીરી આ યોજના હેઠળ કરવામાં આવે છે.      અત્રે નોંધનિય છે કે, ગત્ ટર્મમાં સાંસદ દ્વારા જામનગર નજીકના જાંબુડાને આદર્શ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.