મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 12, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાલસુરા ખાતે પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી

     આઠમી સપ્ટેમ્બરે જામનગરના વાલસુરા ખાતે ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી હતી જેમાં 318 ખલાસીઓ નૌકાદળનાં,  27 ખલાસીઓ કોસ્ટ ગાર્ડનાં તથા ૩ ખલાસીઓ મ્યાનમાર નૌકાદળના જોડાયા હતાં. આ ખલાસીઓને ટ્રેનિંગ દરમિયાન ફિઝિકલ ફિટનેસ તાલીમ પણ આપવામાં આવી હતી.      રિઅર એડમિરલ શુબાસિસ ગંતાયેત,દ્વારા પરેડનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેજસ્વી તાલીમાર્થીઓને   એડમિરલ રામનાથ ટ્રોફી આપવામાં આવી હતી. આ ટ્રોફી કમાન્ડીગ ઓફીસર નીતિશ સૈનીના હસ્તે આપવામાં આવી હતી.  બેસ્ટ સ્પોર્ટ્સમેનનો એવોર્ડ હરિશકુમારને આપવામાં આવ્યો હતો.  

કુરેશી જમાતખાનામાં મેડિકલ કેમ્પ યોજાયો

     જામનગરમાં ઝહેરા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા  આ કેમ્પમાં દ્વારકેશ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો જેવા કે ડો. મનોજ કંડોરીયા, ડો.મોહિત સાંગાણી, ડો.સંજય હડિયા, ડો. ભાવિન ગોસાઈ, ડો.અનંત પરમાર, ડો.ચેતન મહેતા, ડો.કરણ પટેલ, ડો.પી વી કંડોરીયા,દ્વારા સેવા આપવામાં આવી હતી જેનો લાભ કુલ ૯૮૪ લોકોએ લીધો હતો.    ઝહરા ફાઉન્ડેશનના ના સાહસને બિરદાવવા જીતુભાઈ લાલ, યુસુફભાઈ ખફી, દિગુભા જાડેજા, અલ્તાફ ભાઈ ખફી,મહેમુદભાઈ વેવારીયા, ગફારભાઈ, આનંદભાઈ ગોહિલ, ધવલભાઇ નંદા,મનોજભાઈ,પાર્થ ભાઈ,રામદેવ ભાઈ, ડૉ,જાહિદ રાઠોડ,  ઈમ્તિયાઝ ઓરેજા, તોસીફ ભાઈ ગજાઈ, ડોક્ટર નદીમ , ડોક્ટર સરફરાજ , આમદભાઈ એરંડિયા, તોસીફ ભાઈ એરંડિયા, ઈબ્રાહીમ ભાઇ , ઝાકીર ભાઈ ગરાણા, હુસેનભાઇ ખેરાણી, સાજીદ ભાઈ બ્લોચ, અક્રમભાઈ બ્લોચ,સાબિદ ભાઈ,સુરેશભાઈ, અલ્તાફભાઈ ખીરા, જુબેદાબેન ખીરા, સહારા બેન મકવાણા, હારુનભાઈ ખીરા, નેશનલ પાર્ક બોડી ના તમામ સભ્યો,  ઇશાકભાઈ કુરેશી, સામતભાઈ જોગલ, હરેશભાઈ,  અબ્રારભાઈ ગજીયા, હુસેન ભાઈ મુરીમા, ગુલઝારભાઈ, વલીમામનભાઈ બ્લોચ, રમેશભાઈ, ગનીભાઈ, આસિફભાઈ, એ હાજરી આપી હતી      ...

બેડ - રસુલનગર સુવિધાપથ તથા બે માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત

     રાજ્યના કૃષિમંત્રી મંત્રી રાઘવજીભાઈ પટેલે બેડ ખાતે રૂ.1.23 કરોડના ખર્ચે બેડ - રસુલ નગર સુવિધા પથ તથા બે માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં આગામી સમયમાં રૂ.80 લાખના ખર્ચે બેડ રસુલનગર સુધીનો 880 મીટર લંબાઈ તથા 5.50 મીટર પહોળાઈનો સી.સી. રોડ તેમજ રૂ.43 લાખના ખર્ચે બે માઇનોર બ્રિજ તેમજ રોડની બંને બાજુ પેવર બ્લોક તથા બાંકડા બેન્ચનું નિર્માણ કરવામાં આવશે.      ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ થયે બેડ તથા રસુલનગર તથા આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે.      આ પ્રસંગે મહામંત્રી  કુમારપાલસિંહ રાણા,  રણછોડભાઈ પરમાર,  મનસુખભાઈ,  ભવાનભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ,  વિપુલસિંહ જાડેજા, બેડ તથા રસુલનગરના સરપંચ  કેશુભા જાડેજા તથા  કરીમભાઈ,  લગધીરસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

કોર્પોરેશનના ઢોરના ડબ્બામાંથી ઢોર ગાયબ !!

          જામનગરમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ ગોલ્ડન સિટી નજીક સોનલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પશુઓ માટે બનાવવામાં આવેલા ડબ્બામાં શુક્રવારે મધરાતે માલધારીઓ ત્રાટકયા હતા અને બેરીકેડ વગેરે તોડફોડ કરી, ૧૬૨ પશુઓ છોડાવી ગયાં હોવાનું કોર્પોરેશને ખુદે શનિવારે જાહેર કર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ રણજિતસાગર નજીકનાં ઢોરના ડબ્બામાંથી ઢોર છોડાવી જવા સંબંધિત એક પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી જેમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થવા પામી નથી. થોડાં સમય પહેલાં મારૂ કંસારા વાડી વિસ્તારમાં ઢોર પક્કડ ટૂકડી સાથેના પોલીસ કર્મીઓ પર હુમલો પણ થયો હતો. આજે સોમવાર સાંજ સુધીમાં આ અંગે મહાનગરપાલિકાએ પોલીસ ફરિયાદ કે અન્ય કોઇ નુકસાની અંગે વિગતો જાહેર કરી નથી.

ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા

     જામનગરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની રથયાત્રા ખંભાલીયા ગેટ, સેતાવડ, ચાંદી બજાર થઈ પરત મંદિર ખાતે ફરી હતી.      દશ લક્ષણ પર્યુષણ પર્વ  ભાદરવા સુદ ૪ તા ૩૧/૦૮/૨૦૨૨ બુધવાર થી ભાદરવાસુદ ૧૪ તા ૦૯/૦૯/૨૦૨૨ શુક્રવાર  દરમિયાન નીચે મુજબ કાર્યક્રમ થયા હતા.      રોજ સવારે શ્રીજિનેન્દ્ર  અભિષેક, દશ લક્ષણ સમૂહ પૂજા, પૂજ્ય ગુરુદેવનું સી.ડી.  ટેપ પ્રવચન, ત્યાર બાદ  દેવાલાલીથી પધારેલ બાલ બ્રમ્હ્ચારી શ્રી જીનલબેન શાહ નો સ્વાધ્યાય, સાંજે ભક્તિ તથા આરતી, ત્યાર બાદ પ્રતિક્રમણ, ત્યાર બાદ સાંજે પણ શ્રી જીનલ બેન શાહ નો સ્વાધ્યાય   ઉપરના પ્રોગ્રામ દસ  દિવસ થયા હતા પ્રમખ બીપીનભાઈ વાધર, ઉપપ્રમુખ  સુનીલભાઈ પૂનાતર, મંત્રી દિલીપભાઈ શાહ, તથા ટ્રસ્ટી હિતેન ભાઈ મેહતા , આશિષભાઈ મેહતા, વીમલભાઈ વારીયા, અજય ભાઈ વાધર, પરાગભાઈ બોધાણી વગેરે તથા  મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.  

તળાવની પાળે રૂ. એક કરોડની નુકસાની....

     તાજેતરમાં વરસાદ અને પવન દરમિયાન તળાવની પાળે લેસર શો માટેનો એમફી થિયેટરનો ડોમ તૂટી પડ્યો હતો. જે અંગે સિટી ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યું છે કે, ડોમનુ ટેનસાઈલ ફેબ્રિક તૂટી ગયું છે. જેટલું ઉપયોગમાં લઈ શકાશે તેટલું લેવામાં આવશે પરંતુ આ ચીજ મોંઘી હોવાથી હાલ રૂ. ૧ કરોડની નુકસાનીનો અંદાજ છે.  

નગરજનોને ફાયર સેફટીના સાધનોની માહિતી આપવામાં આવી

     જામનગરના કમિશનર  વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર  ભાવેશભાઈ જાનીની સૂચના અનુસાર,  શહેરની ફાયર સિસ્ટમ ધરાવતી ઇમારતોના રહેવાસીઓને ફાયર સિસ્ટમ અંગેની સમયાંતરે ફાયર શાખાના સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે તાજેતરમાં જામ્યુંકોના ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગોના રહેવાસીઓને ફાયરના સાધનો વિશેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.      જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા રહેણાક વિસ્તારો ની બિલ્ડીંગોમાં જ્યાં ફાયર સિસ્ટમ ફીટીંગ કરેલ હોય તેવી ઇમારતો ના રહેવાસીઓને ગુજરાત રાજ્ય ચીફ ફાયર ઓફિસર  કે.કે. બિશ્નોયના માર્ગદર્શન મુજબ ફાયર શાખાના સ્ટાફે ફાયર સિસ્ટમ નો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો જોઈએ તેમજ કેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનોથી અકસ્માતના સમયમાં બચાવ કરી શકાય છે તે સહિતની બાબતો વિશે  જામ્યુંકો ની ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી,  તેમજ ફાયર સેફ્ટીના સાધનો શહેરની બિલ્ડિંગોમાં ચાલુ કન્ડિશનમાં છે તે સહિતની જાણકારી રહેણાંક બિલ્ડીંગો માં  વસવાટ કરતા શહેરીજનોને આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી રાજ્ય ચીફ ફાયર ઓ...