જામનગરમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ ગોલ્ડન સિટી નજીક સોનલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પશુઓ માટે બનાવવામાં આવેલા ડબ્બામાં શુક્રવારે મધરાતે માલધારીઓ ત્રાટકયા હતા અને બેરીકેડ વગેરે તોડફોડ કરી, ૧૬૨ પશુઓ છોડાવી ગયાં હોવાનું કોર્પોરેશને ખુદે શનિવારે જાહેર કર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ રણજિતસાગર નજીકનાં ઢોરના ડબ્બામાંથી ઢોર છોડાવી જવા સંબંધિત એક પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી જેમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થવા પામી નથી. થોડાં સમય પહેલાં મારૂ કંસારા વાડી વિસ્તારમાં ઢોર પક્કડ ટૂકડી સાથેના પોલીસ કર્મીઓ પર હુમલો પણ થયો હતો. આજે સોમવાર સાંજ સુધીમાં આ અંગે મહાનગરપાલિકાએ પોલીસ ફરિયાદ કે અન્ય કોઇ નુકસાની અંગે વિગતો જાહેર કરી નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો