મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 13, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

ઉતરપ્રદેશ હાથરસકાંડની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ ઉતરપ્રદેશ પોલીસના અધિકારીઓને ખખડાવ્યા. પીડિતાના અગ્નિસંસ્કાર મોડી રાત્રે કેરોસીન છાંટી કરવામાં આવેલાં. પીડિતાનો પરિવાર મોડી રાત્રે લખનૌથી હાથરસ પહોંચ્યો ખાદ્યચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થતાં ફૂગાવાનો આંકડો વધ્યો, રૂપિયાનું મૂલ્ય ઘટયું. છેલ્લાં ૮ મહિના દરમ્યાન આ ક્ષેત્રમાં સૌથી વધુ મોંઘવારી હાલમાં છે. આઇપીએમાં ડી વિલિયર્સની માસ્ટર કલાસ બેટીંગ લાઇનથી મેચ પ્રભાવિત. તેણે ૩૩ દડમાં શાનદાર-અણનમ ૭૩ રન કર્યા રામજન્મભૂમિ પછી હવે કૃષ્ણ જન્મસ્થળ વિવાદમાં: મથુરાની જિલ્લા અદાલતમાં દાવો દાખલ અરજી કહે છે, હાલની મસ્જિદના સ્થળે કૃષ્ણનું જન્મ સ્થળ છે. નાણાંમંત્રી ની જાહેરાત: કર્મચારીઓ માટે એલટીસી કેશ વાઉચર સ્કીમ-કેન્દ્રનું કેપેકસ બજેટ વધાયું<, કર્મચારીઓને ફેસ્ટીવલ લોન, રાજ્યોને વ્યાજમુકત લોન શાહરૂખ-આમિર-અજય દેવગણ સહિતના ૩૮ નિર્માતાઓને બેજવાબદાર રિપોર્ટીંગ બદલ રિપબ્લિક ટીવી, ટાઇમ્સ નાઉ ચેનલ વિરૂધ્ધ દિલ્હીની હાઇકોર્ટમાં કેસ કર્યો ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીઓમ, મહાનગરપાલિકાની તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ૩ મહિના પાછી ઠેલવામાં આવી રક્ષામંત્રી...

જામનગરમાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી

     સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત જામનગરના સ્ત્રી વિકાસ ગૃહ ખાતે દીકરી દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પણ જોડાયો હતો.      આ કાર્યક્રમમાં નાટક, એકાંકી વગેરે યોજવામાં આવેલાં. આ તકે સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓએ આ આયોજન કર્યું હતું.

એટ્રોસિટીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

       જામનગર એસઓજી ની ટીમે ખોડિયાર કોલોનીના લાલો ઢીંગલી નામના શખ્સને ઝડપી લીધો છે. એસઓજી પીઆઇ એસ.એસ. નિનામા ના માર્ગદર્શન પ્રમાણે, બે પીએસઆઇ વીંછી-ગઢવીની ટીમે નાસતા ફરતાં આરોપી કુલદિપસિંહ (લાલો ઢીંગલી) નટુભા પરમાર નામના શખ્સને ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ઝડપી લીધો છે. તેના પર એટ્રોસિટી સહિતના ૧૧ ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સની બાતમી એસઓજી એએસઆઇ હિતેષ ચાવડા તથા રવિ બુજડને મળી હતી.

જામજોધપુરમાં દીકરી દિવસની ઉજવણી સંપન્ન

     જામજોધપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મહિલા-બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી જોડાયેલાં. આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીએને હુકમ વિતરણ કરવામાં આવ્યું તથા દીકરી વધામણા કીટ આપવામાં આવી. મહિલા તથા બાળકો સંબંધી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી.      આ તકે મહિલા કલ્યાણ અધિકારી ડો. વંદના સોલંકી, રૂકસાદબેન ગજણ, સખી વન સ્પોટ કેન્દ્રના ઉષાબેન, મહિલા કેન્દ્રના સંચાલક કલ્પનાબેન, આચાર્ય વસંતભાઇ તથા ગ્રામજનો જોડાયા હતાં.  

યુ ટયૂબ લાઇવ વેબિનાર

     જામનગરની રોજગાર કચેરી, આઇસીટી ઓફિસ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે ડિજિટલ પોર્ટલ ગુજરાતની વિવિધ સેવાઓ તથા ડિજિટલ સેવા સેતુ અંગે યુ ટયૂબ લાઇવ વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રાજેશ ઠાકરીયા (આઇસીટી અધિકારી) તથા જિલ્લા પંચાયતના નિશાંત મકવાણા (આઇસીટી અધિકારી), જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક સરોજ સાંડપા, કેરિયર કાઉન્સેલર અંકિત ભટ્ટ વગેરે જોડાયા હતાં.      આ કાર્યક્રમમાં પોર્ટલ, સેવા સેતુ અંગે વિવિધ માહિતીઓ આપવામાં આવી. કુલ ૩૨૨ ઉમેદવારો યુ ટયૂબ લાઇવમાં જોડાયા હતાં. અગાઉ ૩૫૦૦ ઉમેદવારોને આ માટે ઇ-મેઇલથી આમંત્રણ આપવામાં આવેલું.

જમીન કૌભાંડમાં ૩ ની ધરપકડ

     જામનગર નજીકના જાંબુડામાં સર્વે નંબર ૨૪૪ પૈકીની કરોડોની જમીનનું બનાવટી દસ્તાવેજોથી કૌભાંડ થયેલું. જેમાં અગાઉ બે આરોપીઓને ઝડપી લેવાયા પછી વધુ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.      એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ દેવમુરારી, ગોજિયાની ટીમના સભ્યોએ અજય દેવાયત બરાડીયા (મોખાણા), અમૃતલાલ નાનજી મારૂ (વંડાફળી) તથા જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રામેશ્વરનગર)ને ઝડપી લીધાં છે. જે પૈકી જશપાલ (યશપાલ)સિંહ જમીન માફિયા જયેશ પટેલના સાગરિત તરીકે ઘણાં સમયથી કુખ્યાત છે. તેના વિરૂધ્ધ અગાઉના એસપી સમક્ષ પણ ફરિયાદ થયેલી.      આ કૌભાંડમાં આ અગાઉ ભાવસંગ ભૂપતસંગ જાડેજા (જાંબુડા) તથા રણજિતસિંહ પોપટભા જાડેજા ગીરા ( અંધાશ્રમ આવાસ)ની પર ધરપકડ થયેલી.

હત્યાકેસનો સૂત્રોધાર શાર્પશૂટર ઉતરપ્રદેશમાંથી ઝડપાયો

     ગત્ માર્ચમાં ધ્રોળ ખાતે દિવ્યરાજસિંહ (દીવુભા)ની હત્યા થયેલી. પડધરી ટોલનાકા પર થયેલાં ડખ્ખા બાબતે આ હત્યા નિપજાવવામાં આવેલી. બાદમાં આ ગુના સંબંધે અનિરૂધ્ધસિંહ સોઢા (મુખ્ય આરોપી) મુસ્તાક રફીક પઠાણ, અજિત ઠાકુર (ઉતરપ્રદેશ), અખિલેશ ઠાકુર (ઉતરપ્રદેશ), ઓમદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ (કાનો) જાડેજાની ધરપકડો થયેલી.      હાલમાં એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, પરોલફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે ઉતરપ્રદેશના શાર્પશૂટર (વોન્ટેડ) રોહિતસિંહ (સોનુ)ને ઝડપી લીધો છે. આરોપીને ગઇકાલે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે નામંજૂર કરી હતી. આરોપી ફરી આજે સેસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.