જામજોધપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મહિલા-બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી જોડાયેલાં. આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીએને હુકમ વિતરણ કરવામાં આવ્યું તથા દીકરી વધામણા કીટ આપવામાં આવી. મહિલા તથા બાળકો સંબંધી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી.
આ તકે મહિલા કલ્યાણ અધિકારી ડો. વંદના સોલંકી, રૂકસાદબેન ગજણ, સખી વન સ્પોટ કેન્દ્રના ઉષાબેન, મહિલા કેન્દ્રના સંચાલક કલ્પનાબેન, આચાર્ય વસંતભાઇ તથા ગ્રામજનો જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો