જામનગરની રોજગાર કચેરી, આઇસીટી ઓફિસ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે ડિજિટલ પોર્ટલ ગુજરાતની વિવિધ સેવાઓ તથા ડિજિટલ સેવા સેતુ અંગે યુ ટયૂબ લાઇવ વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રાજેશ ઠાકરીયા (આઇસીટી અધિકારી) તથા જિલ્લા પંચાયતના નિશાંત મકવાણા (આઇસીટી અધિકારી), જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક સરોજ સાંડપા, કેરિયર કાઉન્સેલર અંકિત ભટ્ટ વગેરે જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં પોર્ટલ, સેવા સેતુ અંગે વિવિધ માહિતીઓ આપવામાં આવી. કુલ ૩૨૨ ઉમેદવારો યુ ટયૂબ લાઇવમાં જોડાયા હતાં. અગાઉ ૩૫૦૦ ઉમેદવારોને આ માટે ઇ-મેઇલથી આમંત્રણ આપવામાં આવેલું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો