જામનગર એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, બે પીએસઆઇ દેવ મુરારી તથા ગોજિયાની ટીમે હનીફ (હનફો) હુશેનભાઇ વાઘેર (જોડીયા ભૂંગા - ગુલાબશા પીરની દરગાહ પાસે)ને ઝડપી લીધો છે. આ શખ્સે જામનગરમાં પાંચ તથા સિક્કા પાટીયા નજીક એક એમ કુલ ૬ ચોરીઓ કરી છે. એવું જાહેર થયું છે. આ શખ્સના કબજામાંથી ૬ નંગ મોબાઇલ તથા રોકડા રૂા. ૨૦૦૦૦ મળી આવ્યા છે. આ કાર્યવાહી માં એલસીબી સ્ટાફના જયુભા, સંજયભાઇ, અશ્વિનભાઇ, હરપાલસિંહ, ભરતભાઇ, નાનજીભાઇ, ભારતીબેન વગેરે જોડાયા હતાં.