મુખ્ય સામગ્રી પર જાઓ

જામજોધપુરના દુષ્કર્મ કેસનો આરોપી લાલપુરથી ઝડપાયો

    જામજોધપુર તાલુકાના વરવાળાની એક સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એવી ફરિયાદ થઇ છે. દરમિયાન સમાજમાં આબરૂ જવાની બીકે આઘાતમાં આ પીડીતાના પિતાએ આત્મહત્યા કરી લીધી છે.

    જામનગર એલસીબી એ આ કેસના આરોેપી અશ્વિન ભીમશીભાઇ વાઢિયા (રહે. વિલાસપુર, તાલુકા કુતિયાણા, જિલ્લા પોરંબદર)ને લાલપુર ટાઉનમાંથી ઝડપી લઇ આ શખ્સનો કબજો જામજોધપુર પોલીસને સોંપી દીધો છે. સ્થાનિક પોલીસ હવે અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે આ શખ્સને રજૂ કરશે.

ટિપ્પણીઓ