જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ પાસેથી વ્યવસાયવેરાની વસૂલાત માટેની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના વેપારીવર્ગમાં પડઘાં પડયા છે. રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાંત મશરૂ કહે છે, સિનિયર સિટીઝન ધંધાર્થીઓને આ સિનિયર સિટિઝનોને આવકના પુરાવા અંગે ધક્કા ખવડાવે છે. ૨૦૧૬ના નિયમો તથા ૨૦૧૯ ના નવા કાયદાના સંદર્ભે પાછલાં ૪ વર્ષની તફાવતની રકમ વસૂલવામાં આવે છે તે અંગે પણ વેપારીઓએ નારાજગી દર્શાવી છે.