પ્રદેશ ભાજપાની સૂચના પ્રમાણે જામનગર શહેર ભાજપાનું સંગઠન માળખું જાહેર થયું છે. જેમાં અધ્યક્ષ ઉપરાંત આઠ ઉપાધ્યક્ષ (ખુમાનસિંહ સરવૈયા, અમીબેન પરીખ વગેરે), ત્રણ મહામંત્રી પ્રકાશ બાંભણીયા, ગોપાલ સોરઠીયા, વિજયસિંહ જેઠવા, આઠ મંત્રી (ભાવનાબેન સોલંકી, ભાવિષાબેન ધોળકિયા વગેરે), ખજાનચી (કોષાધ્યક્ષ) વિનોદભાઇ ગોંડલીયા, કાર્યાલય મંત્રી મનહરભાઇ ત્રિવેદી તથા નિશાંતભાઇ અગારાના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ૧૬ વોર્ડ તથા વિવિધ મોરચાના પ્રભારીઓના નામો જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો