નૌ સેના દિન નિમિતે ભારતીય નૌકાદળના વાસલુરા-જામનગર દ્વારા શુક્રવારે સાંજે બિટીંગ રિટ્રીટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.
નેવલ બેન્ડ દ્વારા આ હૃદયંગમ્ય સંગીત કાર્યક્રમ યોજાયો. જેમાં બિટીંગ રિટ્રીટ ઉપરાંત કોમ્યુનિટી ડ્રીલ, પીટી અને મશાલ ડીસ્પ્લે યોજવામાં આવ્યું હતું. કોમ્યુનિટી ડ્રીલમાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું. મશાલ ડીસ્પ્લેમાં અધિકારીઓ, સોલ્જર્સ શારીરિક ક્ષમતા જોવા મળી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વાલસુરાના અધિકારીઓ, જવાનો, સિવિલયનો તેમના પરિવારજનો, પત્રકારો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો