જામનગરમાં જાહેર પરિવહન માટે વધુ ૧૦ CNG બસ ફાળવવામાં આવી છે. શુક્રવારે મુખ્યમંત્રી દ્વારા આ પૈકી ૩ બસોને લીલીઝંડી આપવામાં આવી. પ્રદુષણ ઘટાડવા રાજ્યમાં CNG બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી વર્ષોમાં આ શ્રેણીમાં ઇલેકટ્રિક બસો પણ આવશે. સીટીમાં ચાલનારી બસમાં ૩૦ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર શહેરના વિસ્તારોને ધ્યાનમાં લઇ તો ૪૦ જેટલી બસની જરૂરિયાત છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજા, કમિશનર સતિષ પટેલ, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, કિશન માડમ વગેરે હાજર રહ્યા હતાં.