મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 12, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પોલીસ સ્ટેશનમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષનાં કાંડે રક્ષા

     જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ હાલમાં એક કેસનાં અનુસંધાને શહેરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હતાં ત્યારે કોન્ગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફીએ બંને ભાઈઓને રાખડીઓ બાંધી, જલ્દીથી આ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર આવો એવી મનોકામના તથા શુભેચ્છાઓ પાઠવી હતી.  

જામનગરમાં જવાનોને રાખડી બાંધતી મહિલાઓ

     જામનગરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોએ SSB તથા NDRF નાં કુલ ૫૦ જવાનોને રાખડી બાંધી હતી. નોંધનીય છે કે, આ જવાનો પર્વ પર પણ ઘર-પરિવારથી દૂર ફરજો બજાવી રહ્યા હોય છે.  

જામનગરમાં isolation સેન્ટરની મુલાકાત લેતાં કમિશનર

     જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા lumpy skin disease  isolation સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.      જામ્યુકોના પશુ isolation સેન્ટર  માં હાલ lumpy ગ્રસ્ત કુલ 45 પશુ સારવાર હેઠળ છે અને 15 પશુઓને વેક્સિનેશન બાદ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. lumpy skin disease ni કુલ 54 ફરિયાદો મળી હતી તેમજ 1235 lumpy ગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી હતી,  કુલ 54 ફરિયાદ માંથી 53  ફરિયાદ સારવાર   મેળવેલ પશુઓની આવી  હતી.      આ મુલાકાત દરમ્યાન  કમિશનર દ્વારા પશુપાલન વિભાગને lumpy ગ્રસ્ત પશુઓની યોગ્ય કાળજી લેવા માટે સુચના આપવામાં આવી હતી તેમજ પશુ ડોક્ટરોને isolation સેન્ટર હેઠળના પશુઓની ખાસ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું. આ તકે સોલિડ વેસ્ટના મુકેશ વરણવા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, દબાણ નિરીક્ષક રાજભા જાડેજા તેમજ પશુ ડોક્ટરો સહિતના સંબંધિત અધિકારીઓ સાથે રહ્યા હતા.  

સિક્કાની હોટેલમાં પ્રચંડ આગ, કોઈ જાનહાનિ નહીં

     જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી હોટેલ એલાન્ટોમાં ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યે આગ લાગ્યા પછી, ગણતરીની મિનિટોમાં આ આગ પ્રચંડ બની ગઈ હતી અને ૩૬ રૂમ ધરાવતી આ હોટેલ સંપૂર્ણપણે આગનાં હવાલે થઇ હતી. ઘણાં કિલોમીટર દૂરથી પણ આગ જોઈ શકાતી હતી. રિલાયન્સ, GSFC તથા દિગ્વિજય સિમેન્ટ કંપનીનાં ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાં હોટેલમાં રહેલાં ૧૮ લોકો તથા સ્ટાફના ૯ મળી કુલ ૨૭ લોકો બહાર નીકળી ગયા હતા જે પૈકી બે-ત્રણ લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.      આગની જાણ થતાં કલેકટર સૌરભ પારઘી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. આગમાં સંપૂર્ણ હોટેલ બળીને ખાક થઈ છે. હોટેલનાં વીજમીટરમાં થયેલાં સ્પાર્કને કારણે આગ લાગી હોવાનું જાહેર થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.  

ફડાકાબાજ TRB કર્મચારીને નોકરી પરથી ઉતારી મૂકવામાં આવ્યો

     જામનગરમાં નાગનાથ નાકા નજીક નોકરી પર રહેલાં TRB કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ કાલે એક વાહનચાલકને જાહેરમાં ફડાકો ખેંચી લીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો અને સમગ્ર જામનગરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જે વાહનચાલકને ફડાકો ખેંચવામાં આવ્યો તે દિવ્યાંગ હોવાનું જાહેર થયું છે.      ટ્રાફિક PI YJ વાઘેલાએ જણાવ્યુ હતું કે, દશરથસિંહ વાઢેર નામનાં આ કર્મચારીને ફરજમુકત કરવામાં આવ્યો છે.      ફડાકાની આ ઘટના સમયે અતિ વ્યસ્ત એવાં નાગનાથ નાકા વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં સેંકડો વાહનો ફસાયા હતા. હજારો નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, મોટાભાગના ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની હાજરી હોતી નથી, ટ્રાફિક પોલીસ જ્યાં હાજર હોય છે ત્યાં પણ TRB કર્મચારીઓ જ ધમધમતા ટ્રાફિકનુ અણઘડ રીતે નિયમન કરતાં હોય છે. આ કર્મચારીઓને કોઈ ખાસ તાલીમ આપવામાં આવી નથી,પરિણામે શહેરમાં જુદાં જુદાં ટ્રાફિક પોઈન્ટ પર હજારો વાહનચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પોલીસનો ટ્રાફિક વિભાગ આ મુદા પ્રત્યે ગંભીર હોવાનું નજરે ચડતું નથી.      જિલ્લા પોલ...