જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી હોટેલ એલાન્ટોમાં ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યે આગ લાગ્યા પછી, ગણતરીની મિનિટોમાં આ આગ પ્રચંડ બની ગઈ હતી અને ૩૬ રૂમ ધરાવતી આ હોટેલ સંપૂર્ણપણે આગનાં હવાલે થઇ હતી. ઘણાં કિલોમીટર દૂરથી પણ આગ જોઈ શકાતી હતી. રિલાયન્સ, GSFC તથા દિગ્વિજય સિમેન્ટ કંપનીનાં ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાં હોટેલમાં રહેલાં ૧૮ લોકો તથા સ્ટાફના ૯ મળી કુલ ૨૭ લોકો બહાર નીકળી ગયા હતા જે પૈકી બે-ત્રણ લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આગની જાણ થતાં કલેકટર સૌરભ પારઘી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. આગમાં સંપૂર્ણ હોટેલ બળીને ખાક થઈ છે. હોટેલનાં વીજમીટરમાં થયેલાં સ્પાર્કને કારણે આગ લાગી હોવાનું જાહેર થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો