મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરમાં isolation સેન્ટરની મુલાકાત લેતાં કમિશનર


    જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા lumpy skin disease  isolation સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.

    જામ્યુકોના પશુ isolation સેન્ટર  માં હાલ lumpy ગ્રસ્ત કુલ 45 પશુ સારવાર હેઠળ છે અને 15 પશુઓને વેક્સિનેશન બાદ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. lumpy skin disease ni કુલ 54 ફરિયાદો મળી હતી તેમજ 1235 lumpy ગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી હતી,  કુલ 54 ફરિયાદ માંથી 53  ફરિયાદ સારવાર   મેળવેલ પશુઓની આવી  હતી.

    આ મુલાકાત દરમ્યાન  કમિશનર દ્વારા પશુપાલન વિભાગને lumpy ગ્રસ્ત પશુઓની યોગ્ય કાળજી લેવા માટે સુચના આપવામાં આવી હતી તેમજ પશુ ડોક્ટરોને isolation સેન્ટર હેઠળના પશુઓની ખાસ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું. આ તકે સોલિડ વેસ્ટના મુકેશ વરણવા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, દબાણ નિરીક્ષક રાજભા જાડેજા તેમજ પશુ ડોક્ટરો સહિતના સંબંધિત અધિકારીઓ સાથે રહ્યા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

રૂ. પાંચ લાખની ચોરીમાં ભત્રીજો આરોપી નીકળ્યો

       જામનગરમાં લંઘાવાડ ઢાળિયા નજીક આવેલી બાજરીયા બ્રધર્સ નામની પેઢીનાં સંચાલકના ઘરમાંથી ગત્ ૨૨ મીએ રૂ. પાંચ લાખની રોકડની ચોરીની ફરિયાદ પછી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાઢેરની ટીમે જામનગરથી મુંબઈ જતી એક ટ્રાવેલ્સ બસમાંથી આરોપી સરફરાઝ હુશેન આંબલિયા નામનાં મજૂરને રૂ. પાંચ લાખની રોકડ, આધારકાર્ડ તથા પાનકાર્ડ સાથે ઝડપી લીધો છે. આરોપીએ પોતાનાં કૌટુંબિક કાકાનાં ઘરમાં ચોરી કરી હોવાનું અને તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.