મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 15, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઇન્ટર્ન તબીબોની સતત બીજે દિવસે હડતાળ

     જામનગરના ૧૫૦ સહિત રાજ્યભરના ૨૦૦૦ જેટલાં ઇન્ટર્ન તબીબોએ ગઇકાલથી ફરી હડતાળ શરૂ કરી છે. તેઓના સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણીઓ લાંબા સમયથી સરકારમાં પડતર છે. તબીબોએ વારંવાર રજૂઆતો પણ કરી છે. આખરે થાકીને હડતાળ પર ઉતર્યા છે.      રાજ્યના નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય મંત્રી) નિતિન પટેલ ગઇકાલે જણાવ્યુ છે કે, આ હડતાળ ગેરકાયદેસર-ગેરવ્યાજબી છે. જો હડતાળ સમેટી લેવામાં નહીં આવે તો આકરાં પગલાં લેવાશે. આ તબીબોને પીજી અભ્યાસક્રમમાં એડમિશન આપવામાં નહીં આવે એવી ચિમકી પણ આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.      આજે ઇન્ટર્ન તબીબોએ મેડીકલ કોલેજ નજીક પોસ્ટરો લઇને બસી ગયા હતાં. ઇન્ટર્ન તબીબોના જણાવ્યા પ્રમાણ બધાં જ રાજ્ય કરતાં ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતુંં સ્ટાઇપેન્ડ બહુ ઓછું છે. અન્ય રાજ્ય કર્ણાટક, આસામ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૩૦૦૦૦, દિલ્હીમાં ૨૩૦૦૦, હિમાચલ પ્રદેશમાં ૧૭૦૦૦ જ્યારે ગુજરાતમાં ફકત રૂપિયા ૧૨,૫૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.      મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા દેશની તમામ કોલેજોમાં ઇન્ટર્ન ડોકટર્સને સ્ટાઇપેન્ડ ઓછા...

ફાયર એનઓસી ન લેનાર પાંચ હોસ્પિટલના નળજોડાણ કટ

     જામનગરમાં વારંવારની નોટિસ પછી પણ હોસ્પિટલ-હોટલ જેવા વ્યવસાયોમાં ધંધાર્થીઓ નિયમ મુજબનું ફાયર એનઓસી મેળવતાં નથી આથી કડક પગલાંના ભાગરૂપે મહાનગરપાલિકાએ પાંચ હોસ્પિટલના નળજોડાણ કાપ્યા છે. જોડાણો કાપવાની કામગીરી વોટરવર્કસ શાખાએ કરી હતી.      શાહ મેડીકલ ફાઉન્ડેશન, ભગવતી યુરોલોજી, જય હોસ્પિટલ, સોલંકી ઓર્થોપેડી હોસ્પિટલ તથા મમતા મેટરનિટી સેન્ટરના નળજોડાણો કાપવામાં આવ્યા છે. બાકીના ધંધાર્થીઓએ ૭૨ કલાકમાં ફાયર એનઓસી મેળવવા સૂચના છે.       જામનગરમાં હોટેલ, રેસ્ટોરેન્ટ, શાળા, કોલેજો, ટયૂશન કલાસીસ, હોસ્પિટલ વગેરે મળી ૧૦૬૯ ઇમારતો પૈકી માડં ૩૦૦ જેટલી ઇમારતો જ સલામત છે.

રકતદાન શિબિર યોજાઇ ગઇ

     પૂર્વ ડેપ્યુટી કલેકટર પંકજસિંહ જાડેજાની પાંચમી વાર્ષિક તિથિ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દતાત્રેય ઉપનગર, ભારત વિકાસ પરિષદ તથા ડેપ્યુટી કલેકટર પંકજસિંહ જાડેજા મેમોરિયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે સનસાઇન સ્કૂલ ખાતે ૧૩ મી એ રકતદાન શિબિર યોજવામાં આવેલી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતાબેન જોષીએ દિપપ્રાગટય કરેલું. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ ભટ્ટી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધર્મેન્દ્ર રાવલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરત ફલિયા તથા સહભાગી સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતાં. ૧૦ મહિલાઓ સહિત કુલ ૬૦ વ્યકિતઓએ આ શિબિરમાં રકતદાન કર્યુ.

શાસકપક્ષ અને વિપક્ષની મોટરો મહાનગરપાલિકામાં જમાં કરી લેવાઇ

     જામનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ છે. ૧૪ ડિસેમ્બરથી તમામ નગરસેવકો પૂર્વ કોર્પોરેટર બની ગયા છે. હવે તેઓએ ફરીથી જનાદેશ મેળવવા સંભવત: ફેબ્રુઆરીમાં ચૂંટણી દરમ્યાન નગરજનો સમક્ષ જવું પડશે-હાથ જોડીને.      સોમવારે મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, વિપક્ષના નેતાં બધાંની મોટરો મહાનગરપાલિકામાં જમા કરી લેવામાં આવી છે. ચેમ્બરોની પરત સોંપણી થઇ ગઇ છે. સોમવારથી કમિશનરને સંપૂર્ણ સતા, વહીવટ સોંપવામાં આવ્યા છે. જો કે તેઓ નીતિવિષયક નિર્ણય નહીં લઇ શકે. અધૂરા-મંજૂર થયેલાં કામો આગળ ધપાવી શકશે.

જામનગરમાં "આપ"ના કાર્યક્રમને પોલીસે વિખેરી નાંખ્યો

     ખેડૂત આંદોલનના સમર્થનમાં "આપ" દ્વારા જામનગરના લાલબંગલા સર્કલમાં ૧૪ મી ડિસેમ્બરે સવારે ૧૧ થી સાંજના ૫ સુધી ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો પરંતુ સિટી બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમ વિખેરી નાંખ્યો હતો, મંડપ સંકેલી લીધો હતો. "આપ" ના હોદેદારો, કાર્યકરોની અટક કરી લીધી હતી. તેઓને બૂટચંપલ પણ પહેરવા દીધાં ન હતાં.      પોલીસની આ કાર્યવાહીને "આપ" ના શહેર પ્રવકતા રમેશ કટારમલએ તાનાશાહી, બળજબરી લેખાવી છે. તેઓ કહે છે પોલીસને આ કાર્યક્રમ અંગે અગાઉથી પાર્ટીએ જાણ કરી હતી. છતાં પોલીસે શાંતિપૂર્ણ કાર્યક્રમ વિખેરી નાંખ્યો.