૬ ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિન તથા નાગરિક સંરક્ષણ દિન નિમિતે જામનગર હોમગાર્ડઝ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કમાન્ડર સુરેશ ભીંડીના અધ્યક્ષસ્થાને કોમર્સ કોલેજ કમ્પાઉન્ડમાં પરેડ તથા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવેલું જેમાં ઇન્સ્પેકટર ડી.પી. જાડેજા વગેરે જોડાયા હતાં. હોમગાર્ડઝ કચેરી (જિલ્લા) ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. સમગ્ર ઉજવણીમાં શહેર હોમગાર્ડઝનાં રાજેશ પાણખાણિયા, હરૂભા જાડેજા, વિજયસિંહ વાળા, હિતેષ જેઠવા, કમલેશ ગઢિયા, યજ્ઞેશ વ્યાસ, કૈલાશ જેઠવા, ભાવનાબેન અંબાસણા, હિમાંશુ પુરોહિત તથા જયેશ રાણા વગેરે જોડાયા હતાં.