જામનગર મહિલા કોંગ્રેસના અધ્યક્ષા રંજનબેન ગજેરા, શહેર કોંગ્રેસના મહામંત્રી સાજિદ બ્લોચ, લઘુમતી સેલના પ્રમુખ મોહમ્મદ અબરાર ગજિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભરતવાળા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, આનંદ ગોહિલ, દેવશી આહિર, પૂર્વ મેયર ગોવિંદ રાઠોડ વગેરેએ રવિવારે લાલબંગલા સર્કલ ખાતે ડો. આંબેડકરની પ્રતિમાને હારતોરાં કર્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો