જામનગરમાં અત્યાર સુધીમાં માસ્ક ધારણ ન કરવા બદલ ૧૫૪૦૩ લોકો પાસેથી રૂપિયા ૫૧ લાખ ૪૭ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે પૈકી ૨૦ લાખ નો દંડ કોર્પોરેસને, ૩૧ લાખનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. દંડની આ રકમમાંથી જામનગર-દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને માસ્ક વિના મૂલ્યે આપવામાં આવે તો પણ કોર્પોરેશન પાસે ૪.૫ લાખ રૂપિયા વધે એ પ્રકારના આ આંકડાઓ છે. જામનગર જિલ્લાના ૬ માર્કેટ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની કુલ ૨૦૪૪૭૦ ગુણી ખરીદવામાં આવી છે. જામનગર જિલ્લામાં દિવાળી પર્વ નિમિતે રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, પેટ્રોલપંપ જેવા સ્થળોની નજીક ફટાકડા ફોડી શકાશે નહી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દોઢિયા ગામની સિમમાં સિક્કા પોલીસે દરોડો પાડી શરાબની ૬૩૬ બોટલ ઝડપી છે. સાગર વશરામ પિંગળની વાડીમાં દરોડો પાડવામાં આવેલો. સાગર ઉપરાંત વિરેન્દ્રસિંહ સતુભા ચાવડા, પ્રવિણસિંહ નગસિંહ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા છે. જામનગર એસપી દ્વારા ગઇકાલે બુધવારે જિલ્લાના કુલ ૨૫૨ પોલીસકર્મીઓની સાગમટે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ તમામ હ...