જામનગરમાં ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા, શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાની માંગણીના અનુસંધાને મહાનગરપાલિકાએ નવા કોર્ટ બિલ્ડીંગના સામેના સર્કલમાં પ્રતિમા મૂકી આ સર્કલનું નામકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય, વોર્ડ નંબર ૨ ના નગરસેવક જયેન્દ્રસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય યુવાનોએ તમામ મહાનુભાવોનો આભાર માની મેયર હસમુખભાઇ જેઠવા તથા સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષીનું પુષ્પહાર તથા સાલ ઓઢાડી સન્માન કયું< છે અને ખુશીની લાગણી વ્યકત કરી છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો