મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

 

  • જામનગરમાં અત્યાર સુધીમાં માસ્ક ધારણ ન કરવા બદલ ૧૫૪૦૩ લોકો પાસેથી રૂપિયા ૫૧ લાખ ૪૭ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે પૈકી ૨૦ લાખ નો દંડ કોર્પોરેસને, ૩૧ લાખનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. દંડની આ રકમમાંથી જામનગર-દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને માસ્ક વિના મૂલ્યે આપવામાં આવે તો પણ કોર્પોરેશન પાસે ૪.૫ લાખ રૂપિયા વધે એ પ્રકારના આ આંકડાઓ છે.
  • જામનગર જિલ્લાના ૬ માર્કેટ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની કુલ ૨૦૪૪૭૦ ગુણી ખરીદવામાં આવી છે.
  • જામનગર જિલ્લામાં દિવાળી પર્વ નિમિતે રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, પેટ્રોલપંપ જેવા સ્થળોની નજીક ફટાકડા ફોડી શકાશે નહી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
  • દોઢિયા ગામની સિમમાં સિક્કા પોલીસે દરોડો પાડી શરાબની ૬૩૬ બોટલ ઝડપી છે. સાગર વશરામ પિંગળની વાડીમાં દરોડો પાડવામાં આવેલો. સાગર ઉપરાંત વિરેન્દ્રસિંહ સતુભા ચાવડા, પ્રવિણસિંહ નગસિંહ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા છે.
  • જામનગર એસપી દ્વારા ગઇકાલે બુધવારે જિલ્લાના કુલ ૨૫૨ પોલીસકર્મીઓની સાગમટે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ તમામ હુકોમનું તાકીદે પાલન કરવાની સૂચના છે.
  • ઝડપાયેલાં શરાબનો નાશ જામજોધપુર તથા શેઠ વડાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી દરોડાઓ દરમ્યાન ઝડપાયલાં રૂપિયા ૩૦ લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી (ગ્રામ્ય) કૃણાલ દેસાઇ, લાલપુર એસડીએમ એન.પી. સાવલિયા, પીએસઆઇ વાય.બી. રાણા, પીએસઆઇ એ.ડી. વાળા તથા નશાબંધી પીએસઆઇ સહદેવસિંહ વાળા આ તકે હાજર રહ્યા હતાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...