મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 27, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

ભારત-ચીન વચ્ચે સરહદ-વેપાર મામલે એક તરફ તણાવ છે બીજી બાજુ આપણે ચીનને ૩૫૦૦૦ ટન સિંગટેલ મોકલાવ્યું. જેના કારણે ગુજરાતમાં ડબ્બાનો ભાવ રૂપિયા ૨૫૦૦ ને પાર, રૂપિયા ૩૫૦ નો ભાવવધારો ઝીંકાયો! મગફળીનું ઓછું ઉત્પાદન છતાં જંગી નિકાસ: ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં ૧૦ ટકાનો, સિંગતેલના ભાવમાં ૩૦ ટકાનો વધારો: સરકાર જો દરમિયાનગિરી નહીં કરે તો ગુજરાતીઓએ રૂપિયા ૩૦૦૦ નો સિંગતેલનો ડબ્બો ખરીદવો પડશે: સ્ટોક નિયંત્રણની માંગ અમદાવાદ-કેવડિયા વચ્ચે જે સી-પ્લેન ને દોડાવવામાં આવશે તે પ્લેન ૧૯૭૧ માં કેનેડાની કપંનીએ બનાવેલું ગેલના આગમનથી પંજાબની ટીમે ગેમ બદલી: પ્રથમ ૭ માંથી માત્ર ૧ મેચ જિત્યા પછી, પંજાબે સતત પાંચ વિજય પ્રાપ્ત કર્યો: આઇપીએલના પોઇન્ટ ટેબલમાં ટોપ-ફોરમાં ઇંગ્લેન્ડમાં ૨૨૦૦ તબીબોએ ત્યાંના પીએમને પત્ર લખ્યો: હજારો પરિવાર બેકાર, ૪૦ લાખ ગરીબ બાળકોને મફતમાં ભોજન આપો બિહાર પેટાચૂંટણી:પ્રથમ તબક્કામાં ૭૧ બેઠકો પર મતદાન ૨૮ ઓકટોબરે:પીએમ મોદી બાજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ માટે આ પ્રથમ ચૂંટણી (વિધાનસભા) અમદાવાદના વેજલપુરમાં ગરબારમી રાત્રે ૩ વાગ્યે ઘરે પરત ફરેલી પરણિતા પર શંકા કરી પતિએ એસિડ છાંટયંુ: પત્નીની ...

આત્મા પ્રોજેકટની કામગીરી

     ભારત સરકાર પુસ્કૃત, ગુજરાત સરકાર સંચાલિત એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના હેઠળ દર વર્ષે જામનગર, દ્વારકામાં નોંધાયેલાં ધઘિ ગ્રુપ (ખેડૂતોના જૂથ)ને બેસ્ટ ઓર્ગેનાઇઝડ ગ્રુપ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ગ્રુપને રૂપિયા ૨૦૦૦૦ ની મર્યાદામાં ખેતી ઉપયોગી સંધિનો આપવાની જોગવાઇ છે.      આ પ્રકારના ધઘિ ગ્રુપ આ સ્પર્ધામાં ભાગ-લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ તારીખ ૧૫ નવેમ્બર સુધીમાં, આત્મા પ્રોજેકટ સ્ટાફ પાસેથી અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવા. અરજી મોકલવાનું સરનામું: પ્રોજેકટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્દ્ર, વુલન મિલ સામે, જામનગર.

દ્વારકા:સ્વછ ભારત મિશન

     સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાંઓને ખૂલ્લામાં શૌચક્રિયામાંથી મુકત બનાવવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત દ્વારકા જિલ્લાના નંદાણામાં જમનભાઇ નકુમ નામના સ્થાનિકે સરકારની મદદથી શૌચાલય બનાવ્યું છે. સરપંચ તથા સ્વચ્છતાઆગ્રહીના સહયોગથી આ કામ શકય બન્યું હવે, આ પ્રકારના પરિવારોના મહિલાઓ, અન્ય સભ્યોએ શૌચક્રિયા માટે બહાર જવું પડતું નથી. ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના સંકલનથી આ કામગીરી કરવામાં આવે છે.

યોગ બોર્ડ દ્વારા સન્માન

     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગરના કોચ પ્રિતિબેન શુકલ, યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલબેન ભુવા દ્વારા કોરોના કાળની કામગીરી બદલ મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, કમિશનર સતિષ પટેલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું.      આ ઉપરાંત લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ ૧૧૦૦ લોકોને બંને ટાઇમનું ભોજન પહોંચાડવાની કામગીરી બદલ પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, બ્રહ્મસમાજ અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાના ૩૯ કેસ મંજૂર

     રાજ્ય સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજનામાં ચાલુ વર્ષમાં જામનગર જિલ્લામાં કુલ ૩૯ કેસ મંજૂર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર માસમાં ૩૮૦ બાળકોને રૂપિયા ૧૨ લાખની સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષમાં કુલ રૂપિયા ૭૭.૪૦ લાખની સહાય બાળકોના બેંકખાતામાં જમા કરવામાં આવી છે. ચિલ્ડ્રન હોમના બાળકોને પણ પુન:સ્થાપન માટે સહાય આપવામાં આવે છે.      એપ્રુવલ કમિટીની આ બેઠકમાં જિલ્લા બાળ સમાજ સુરક્ષા અધિકારી સમીર પોરેચા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં મગફળીમાં ખેડૂતોએ સરકારનો ટેકો ન લીધો

     જામનગર સહિત રાજ્યભરમાં ગઇકાલે ૨૬ ઓકટોબરથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો. પરંતુ ખૂલ્લાં બજારમાં ખેડૂતોને મગફળીના ઉંચા ભાવો મળતાં હોય, સોમવારે ટેકાની ખરીદીના પ્રથમ દિવસે જામનગરના એક પણ ખેડૂતે "સરકાર"ને મગફળી આપી નથી. સતાવાળાઓએ નિયમ મુજબ, ૪૫ ખેડૂતોને મગફળી વેંચવા આમંત્રણ આપતાં એસએમએસ કરેલાં.      તેની સામે રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી સોમવારની સવારે ૫ વાગ્યા સુધીમાં યાર્ડ ખાતે ૫૨૫ વાહનોમાં ૩૫૦૦૦ ગુણી મગફળી હરાજીમાં વેચાવા આવેલી. ખેડૂતોને રુપિયા ૮૫૦થી માંડીને રુપિયા ૧૪૩૬ સુધીના ઐતિહાસિક ભાવો મળ્યા છે.